Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૪૮૯
ઓસહાડું - ચિકિત્સાનું બીજું અંગ છે ઔષધ. તે પણ ચાર ગુણવાળું હોવું જોઈએ. જેમ કે- (૧) બહુકલ્પ- કોઈ ઔષધિ અનેક ઔષધિઓના સંમિશ્રણવાળી હોય અથવા તેના જુદા જુદા કલ્પ(કોર્સ)હોય છે. (૨) બહુગુણ– કોઈ ઔષધ અનેક ગુણોથી યુક્ત હોય અર્થાત્ એક જ ઔષધ અનેક રોગોને શાંત કરતી હોય છે. (૩) સંપન્ન- કેટલીક દવા નવી હોય, કેટલીક જૂની, કેટલીક દવા તુરંત અસર કરે તો કેટલીક દવા વિલંબથી, કેટલીક દવા મૂલ્યવાન હોય તો કેટલીક અલ્પમૂલ્યવાળી હોય, કેટલીક સુલભ તો કેટલીક દુર્લભ હોય છે. (૪) યોગ્ય- જે દવા જેને યોગ્ય હોય, જેની જેટલી માત્રા જરૂરી હોય તેટલી જ અપાય છે, તેથી ઓછી કે વધુ દેવાથી ફાયદો થતો નથી.
આયરે - રોગી. ચિકિત્સાનું ત્રીજું અંગ છે આતુર. ઉદ્વિગ્ન, બેચેન, વ્યાકુલ, દુઃખી, રોગી વ્યક્તિ આતુર કહેવાય છે. ઉપચાર કરાવનાર રોગીમાં ચાર ગુણ હોવા જરૂરી છે– (૧) આઢય– ધનવાન હોય તે જ પૂરી દવા કરી શકે. (૨) ભિષશ્વશ્ય- તે કોઈ ડૉકટર, હકીમ, વૈદ્યને વશીભૂત હોવો જોઈએ. દવા કરે તેની ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. (૩) જ્ઞાપક– રોગ કેમ થયો? તે વિષયને સ્પષ્ટ બતાવી શકે તે જ્ઞાપક કહેવાય. (૪) સત્ત્વવાન– રોગી વૈર્ય અને ઉત્સાહવાન હોવો જોઈએ.
પરિવાર :- પારિચારક. રોગીની સેવા કરે છે. તેના ચાર ગુણો છે. (૧) અનુરક્ત- રોગીનો હિતૈષી હોય. (૨) ચિ- રોગીનો હિતચિંતક અને મંગલ કામના કરનાર હોય. રોગી અને તેના પથારી આદિને, તેના સ્થાનને સ્વચ્છ રાખનારા હોય. (૩) દક્ષ– રોગીની સેવા કરવામાં ચતુર હોય. (૪) બુદ્ધિમાનું– દવા કયા સમયે, કેટલી અને કેવી રીતે આપવી, કેટલા માત્રામાં આપવી? તે બાબતોનો જાણકાર હોય તેમજ રોગીને પ્રસન્ન રાખે, રોગીનો અભિપ્રાય જાણે. તેવા પ્રકારની યોગ્યતા હોય.
શરીરમાં રોગ ઉત્પન્ન થાય તે દ્રવ્યરોગ કહેવાય અને અહીં દ્રવ્ય રોગની ચિકિત્સાનું વર્ણન કર્યું છે. આ દ્રવ્યરોગ ઔદારિક શરીરમાં થાય છે. વૈક્રિય અને આહારક શરીરમાં દ્રવ્યરોગ હોતા નથી.
દ્રવ્યરોગના કારણે ભાવ રોગ વધવા લાગે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદ આ ભાવ રોગ છે. તેનાથી કર્મ વ્યાધિ ઉત્પન્ન થાય છે. ઉપરોક્ત ભાવરોગ દૂર કરવા તપસ્યા કરવી, રસવિહીન આયંબિલનું તપ કરવું, ઊણોદરી કરવી, કાયોત્સર્ગ કરવો, નિર્દોષ આહારની ગવેષણા કરવી, નવ કલ્પી વિહાર કરવો, શાસ્ત્રોની સ્વાધ્યાય, પઠન-પાઠન આદિ કરવા. તેમ કરવાથી મોહનીય કર્મ ઉપશાંત થાય છે.
તિષ્ઠિVI :- દ્રવ્ય રોગ અને વિકાર વગેરે ભાવ રોગની ચિકિત્સા કરનાર ચિકિત્સક કહેવાય છે. સૂત્રમાં તેની ચૌભંગી કહી છે- જે પોતાના દ્રવ્ય–ભાવ રોગની ચિકિત્સા કરે તે આત્મ ચિકિત્સક અને અન્ય વ્યક્તિના દ્રવ્ય-ભાવ રોગની ચિકિત્સા કરે તે પર–ચિકિત્સક કહેવાય છે. તે જ રીતે અવશેષ ભંગ સમજવા. વ્રણ ચિકિત્સકની ચૌભંગીઓ :१० चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- वणकरे णाममेगे णो वणपरिमासी,