Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૮૧
(૩) બંસક-જે હેતુ પરને વ્યામોહિત–વ્યામૂઢ બનાવે છે. જેમ કે કોઈ કહે– પ્તિ નીવઃ પ્તિ પટઃ જીવ પણ છે અને ઘટ પણ છે. અહીં અસ્તિપણુ-હોવાપણું જીવ અને ઘટ બંનેમાં સમાન છે. આવા હેતુથી કોઈને વ્યામોહ થાય કે જેમ ઘટ અને ઘટનું સ્વરૂપ એક શબ્દથી વાચ્ય બને છે અને તે બે માં અભેદ છે. તેમ એક 'અસ્તિત્વ' શબ્દ જીવ અને ઘટના અસ્તિત્વનો વાચ્ય બને છે માટે જીવ અને ઘટ બંનેને એક માનવાનો પ્રસંગ આવશે. તે બંનેને એક માનવા રૂપ આપત્તિને દૂર કરવા અસ્તિત્વનો નિષેધ કરવામાં આવે તો તે પદાર્થોનો અભાવ સ્વીકારવો પડે. આ રીતે આવા બેવડા હેતુ, મૂઢતા ઉત્પન્ન કરે છે તેથી તે બંસક હેતુ કહેવાય. (૪) લૂષક હેતુ -બંસક હેતુ દ્વારા જે દૂષણ આવે તેને જે હેતુથી દૂર કરવામાં આવે તે લૂષક હેતુ કહેવાય છે. જેમ કે– પૂર્વોક્ત 'વ્યસંક' હેતુ દ્વારા જીવ અને ઘટમાં એકત્વ સ્થાપિત કરવામાં આવ્યું હતું, તેને દૂર કરવા કહે કે જો 'અસ્તિત્વ'ની સમાનતાના આધારે ઘટ અને જીવમાં એકત્વ સ્થાપિત કરતા હો તો સર્વ પદાર્થમાં એકત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સર્વ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, પણ તેવું જોવામાં આવતું નથી. આ રીતે જે હેતુ પૂર્વોક્ત હેતુથી પ્રાપ્ત દૂષણને દૂર કરે તે લૂષક હેતુ છે. બીજા પ્રકારે હેતુના ચાર ભેદઃ- (૧) પ્રત્યક્ષ :- ઈદ્રિયની સહાયતા વિના, આત્માથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષજ્ઞાન. તેમાં અવધિજ્ઞાન અને મનઃ પર્યવ જ્ઞાન તે વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ અને કેળવજ્ઞાન સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે.
ઈદ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે. લોકમાં ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે, તે વ્યવહારની અપેક્ષાએ પરોક્ષજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહ્યું છે. (૨) અનુમાન - લિંગ-હેતુના પ્રત્યક્ષ અને વ્યાપ્તિના સ્મરણથી સાધ્યનું જે જ્ઞાન થાય તેને અનુમાન કહે છે.
(૩) ઉપમાનઃ- જેના દ્વારા સાદગ્ધ પ્રતિપત્તિ (સમાનતાનું જ્ઞાન)થાય તે પ્રમાણને ઉપમાન પ્રમાણ કહે છે. જેમ કે 'આ ગાય રોઝ જેવી છે.' (૪) આગમ :- આખ પુરુષોના વચનો દ્વારા જે જ્ઞાન થાય તે આગમ. ઉપલક્ષણથી, કારણમાં કાર્યનો ઉપચાર કરી આપ્ત વચનોને પણ આગમ કહેવામાં આવે છે. ત્રીજા પ્રકારે હેતુના ચાર ભેદ – (૧) વિધિ સાધક ઉપલબ્ધિ હેતુ – સાધનના સદ્ભાવમાં અગ્નિરૂપ સાધ્યવાળો હેતુ. આ પર્વતમાં અગ્નિ છે. ધૂમ હોવાથી. અહીં ધુમાડા રૂપ હેતુમાં અગ્નિરૂપ સાધ્યનો સદ્ભાવ હોય છે. ૨) નિષેધ સાધક ઉપલબ્ધિ હેત - અગ્નિરૂપ સાધ્યના ભાવમાં અગ્નિ વિરુદ્ધ શીતાદિ સ્પર્શવાળો હેતુ હોતો નથી. અહીં અગ્નિ નથી, ધૂમ ન હોવાથી. આ ધુમાડારૂપ હેતુમાં અગ્નિ વિરુદ્ધ શીતળતા