Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩ .
| ૪૧૯ ]
સ્થિર હોય (૨) જે વ્યક્તિ ઉચિત પ્રતિપતિ–વિનયવ્યવહાર કરવામાં નિપુણ હોય (૩) સૌભાગ્યશાળી હોય તે બીજાના મનમાં પ્રેમ ઉત્પન્ન કરી શકે છે.
બીજાના મનમાં અપ્રીતિ ઉત્પન્ન ન કરી શકવાના બે કારણ વૃત્તિકારે દર્શાવ્યા છે. (૧) અપ્રીતિ ઉત્પન્ન કરવાના પૂર્વવર્તી ભાવોનું પરિવર્તન થઈ જાય (૨) સામેની વ્યક્તિમાં અપ્રીતિજનક હેતુ પ્રત્યે પ્રેમ રાખવાનો સ્વભાવ હોય અથવા સામેની વ્યક્તિ સાધક હોય કે મૂર્ખ હોય તો અપ્રીતિ ઉત્પન્ન ન થાય કારણ કે સાધકને તો માન-અપમાન સર્વ સમાન હોય છે, તેથી અપ્રીતિજનક હેતુ અપ્રીતિ ઉત્પન્ન કરી ન શકે. મૂર્ખને માન, અપમાન સ્પર્શતા નથી, તેથી અપ્રીતિજનક હેતુ અપ્રીતિ ઉત્પન્ન કરી ન શકે. ચોથી ચૌભંગી- વ્યક્તિ પોત પોતાની પ્રકૃતિ અનુસાર સ્વમાં, પરમાં કે ઉભયમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. કોઈ સામાન્ય માનવ સ્વ-પર કોઈમાં પણ પ્રીતિ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરતા નથી. સાર:- પ્રથમ ચૌભંગીમાં અન્ય સાથે અપ્રીતિ રાખવાની વાત છે. બીજી ચૌભંગીમાં સ્વ–પર સાથે માત્ર પ્રીતિ રાખવા ન રાખવા સંબંધી પ્રરૂપણા છે ત્રીજી ચૌભંગીમાં અન્યમાં પ્રીતિ, અપ્રીતિ ઉત્પન્ન કરવાની વિચારણા છે અને ચૌથી ચૌભંગીમાં સ્વ–પરમાં પ્રીતિ ઉત્પન્ન કરવા ન કરવા સંબંધી કથન છે.
આ ચૌભંગીઓને અધ્યાત્મ દષ્ટિએ પણ ઘટાવી શકાય છે. જેમાં ધર્મ પ્રતિ પ્રીતિ કરવા ન કરવા, ઉત્પન્ન કરવા ન કરવા સંબંધી કથન કરવું જોઈએ. ઉપકારી વૃક્ષ અને પુરુષની ચૌભંગી :|७ चत्तारि रुक्खा पण्णत्ता,तं जहा- पत्तोवए, पुष्फोवए, फलोवए, छायोवए।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पत्तोवारुक्खसमाणे, पुप्फो- वारुक्खसमाणे, फलोवारुक्खसमाणे, छायोवारुक्खसमाणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તેની સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
૧. પાનવાળા. ૨. ફૂલવાળા. ૩. ફળવાળા. ૪. છાયાવાળા.
પુરુષ ૧. પાનવાળા વૃક્ષ સમાન. ૨. ફૂલોવાળા વૃક્ષ સમાન. ૩. ફળોવાળા વૃક્ષ સમાન. ૪. છાયાવાળા વૃક્ષ સમાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપકારની તરતમતાના(હીનાધિકતાના) કારણે મનુષ્યનું વિભાગીકરણ વૃક્ષના