Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૦૦ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
તે દ્વીપ ઉપર ચાર પ્રકારના મનુષ્યો રહે છે, તે આ પ્રમાણે છે- (૧) ઘનદંત (૨) લષ્ટદંત (૩) ગૂઢદંત (૪) શુદ્ધદંત. १०९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं सिहरिस्स वासहरपव्वयस्स चउसु विदिसासु लवणसमुदं तिण्णि-तिण्णि जोयणसयाई ओगाहित्ता, एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा- एगोरुयदीवे, सेसं तहेव णिरवसेसं भाणियव्वं जाव सुद्धदंता । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતના ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વતની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો-ત્રણસો યોજન જઈએ ત્યારે એકોક વગેરે ચાર અંતરદ્વીપ આવે છે, ત્યાંથી શુદ્ધદંત મનુષ્ય પર્યતનું સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું અર્થાતુ ચુલ હિમવાન વર્ષધર પર્વતની ચારે વિદિશાઓમાં લવણ-સમુદ્રમાં જેટલા અંતર્લીપ અને મનુષ્યો કહ્યા છે, તેનું જે વર્ણન છે, તેવું જ વર્ણન ઉત્તર દિશામાં શિખરી પર્વતને આશ્રિત વિદિશાઓમાં ૨૮ અંતરદ્વીપ સંબંધી સમજવું.
વિવેચન :
આ સૂત્રોમાં પ૬ અંતરદ્વીપોનું વર્ણન છે. જંબુદ્વીપમાં મેરુથી દક્ષિણમાં ચુલહિમવંત નામનો પર્વત છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ પહોળો છે. પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શ કરે છે તેમજ જેબૂદ્વીપમાં મેરુથી ઉત્તરમાં શિખરી પર્વત છે. તે પણ પૂર્વ-પશ્ચિમમાં લવણ સમુદ્રને સ્પર્શે છે.
ચુલ્લહિમાવાન અને શિખરી પર્વતથી ચારે વિદિશાઓમાં પૂર્વ લવણ સમુદ્રમાં અને પશ્ચિમ લવણ સમુદ્રમાં સાત-સાત અંતર્લીપ છે. તે પર્વતના છેડાથી કે જગતીથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન જઈએ ત્યાં ત્રણસો યોજનાનો લાંબો પહોળો પ્રથમ દ્વીપ આવે છે. ત્યાંથી ચારસો યોજન જઈએ ત્યાં ચારસો યોજન લાંબો-પહોળો બીજો દ્વીપ આવે, ત્યાંથી પાંચસો યોજન જઈએ ત્યારે પાંચસો યોજનાનો લાંબો પહોળો ત્રીજો દ્વિીપ આવે, ત્યાંથી છસો યોજન જઈએ ત્યારે છસો યોજનાનો લાંબો પહોળો ચોથો દ્વીપ આવે, તેમજ સાતસો યોજન જઈએ ત્યારે સાતસો યોજનાનો લાંબો પહોળો પાંચમો દ્વીપ આવે, આઠસો યોજન જઈએ ત્યારે આઠસો યોજન લાંબો પહોળો છઠ્ઠો દ્વીપ આવે, નવસો યોજન જઈએ ત્યારે નવસો યોજન લાંબો પહોળો સાતમો દ્વીપ આવે છે. આ રીતે એક એક દિશામાં સાત સાત દ્વીપ છે. તે રીતે ચારે દિશાના ૨૮ દ્વીપ થાય. ૨૮ દ્વીપ દક્ષિણમાં અને ૨૮ દ્વીપ ઉત્તરમાં કુલ મળી ૫૬ અંતર્ધ્વપ છે.
અહીં રહેનારા મનુષ્યોના નામ પણ તે તે દ્વીપના નામ અનુસાર જ હોય છે. જેમ કે– ભારતના મનુષ્ય ભારતીય, નેપાળના નેપાળી વગેરે. તે મનુષ્યો યુગલિક છે. યુગલિક પ્રમાણે તેઓનું જીવન જાણવું.
સૂત્રમાં અંતર્લીપના મનુષ્યોના જે જે નામનું કથન છે તે નામ એક સંજ્ઞા જ છે, શબ્દાનુસાર તેના કોઈ અર્થ ઘટિત થતા નથી. કોઈ પણ પદાર્થ કે વ્યક્તિના નામ સાર્થક–અર્થવાળા પણ હોય અને અર્થ