Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
| ૪૦૫ |
मायाए मायाए परिहायमाणा परिहायमाणा उवरिमेगं जोयणसहस्सं विक्खंभेणं પU T T.
मूले इक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं, उवरिं तिण्णि-तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं परिक्खेवेणं । मूले विच्छिण्णा मज्झे संखित्ता उप्पि तणुया गोपुच्छसंठाणसंठिया ।
सव्वअंजणमया अच्छा सण्हा लण्हा घट्ठा मट्ठा णीरया णिम्मला णिप्पंका णिक्कंकडच्छाया सप्पभा सस्सिरीया सउज्जोया पासाईया दरिसणीया अभिरूवा पडिरूवा । ભાવાર્થ :- નંદીશ્વરવર દ્વીપના ચક્રવાલ-વિષ્કલ્પના બહુ મધ્ય ભાગમાં ચાર અંજનક પર્વત ચારે દિશામાં કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વી અંજનક પર્વત (૨) દક્ષિણી અંજનક પર્વત (૩) પશ્ચિમી અંજનક પર્વત (૪) ઉત્તરી અંજનક પર્વત.
તેની ઊંચાઈ ચોરાશી હજાર યોજન અને ભૂમિમાં તેનું ઊંડાણ એક હજાર યોજન છે. મૂળમાં તેનો વિસ્તાર દશ હજાર યોજન છે. ત્યાર પછી ક્રમશઃ ઘટતા–ઘટતા ઉપરના ભાગમાં તેનો વિસ્તાર એક હજાર યોજન રહે છે.
તે અંજનક પર્વતોની પરિધિ મૂળમાં એકત્રીસ હજાર છસો ત્રેવીસ (૩૧૬૨૩) યોજનની અને ઉપરના ભાગમાં ત્રણ હજાર એકસો બાસઠ (૩૧૨) યોજનની છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્ય ભાગમાં સંક્ષિપ્ત અને અંતમાં પાતળા છે. તે ગોપુચ્છના આકારવાળા છે.
તે પર્વતો ઉપરથી નીચે સુધી અંજન રત્નમય છે. તે પર્વત સુંદરતાની અપેક્ષાએ આ ૧૬ વિશેષણોથી યુક્ત છે– (૧) સ્ફટિક સમાન સ્વચ્છ અને પારદર્શી (૨) મૃદુ (૩) ચમકદાર (૪) એકદમ ઘસેલા હોય તેવા (૫) પ્રમાર્જનીથી જાણે સાફ કરેલ હોય તેવા (૬) રજરહિત (૭) નિર્મલ (૮) નિષ્પક (૯) નિષ્ફટક છાયાવાળા (૧૦) પ્રભાયુક્ત (૧૧) શોભાયુક્ત (૧૨) ઉદ્યોત સહિત (૧૩) મનને પ્રસન્ન કરનારા (૧૪) દર્શનીય (૧૫) સુંદર અને રમણીય (૧૬) વારંવાર જોવા લાયક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંજનક પર્વતનું વિસ્તૃત વર્ણન છે. જે સૂત્રથી સ્પષ્ટ છે. સવ્ય સંગમથા – સંપૂર્ણ પર્વત અંજન નામના રત્નમય છે. તેથી અંજનક પર્વત કહેવાય છે.
છા પડવા – આ સોળ વિશેષણો પર્વતની સુંદરતા સૂચક છે. તેના અર્થ, ભાવાર્થમાં ક્રમાંક સહિત સ્પષ્ટ કરેલ છે. ક્ષિણીયા :- આ શબ્દના પાઠાંતર રૂપે સીમરીયા શબ્દ મળે છે. તેના અર્થ છે–રમિ યુક્ત, કિરણો