Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
આધારિત તેના ચાર પ્રકાર કહ્યા છે. (૧) દિવસ ભૂતક- પ્રતિદિવસનું નિયત વેતન લઈ કામ કરનાર દાડીયા વગેરે. (૨) યાત્રાભતકયાત્રા(દેશાન્તરગમન) કાળના સેવક– સહાયક. યાત્રાભૂતક સાથે યાત્રામાં સાથે જવાનું અને કાર્ય કરવાનું આ બંને વાત નિશ્ચિત્ત કરવામાં આવે છે. (૩) ઉચ્ચતા ભૂતક- નિયત સમયનો પગાર નક્કી કરી, કાર્ય કરનાર. (૪) કબ્બાડ ભૂતક– ઉધડુ કામ કરનાર નોકર, જેમ કે આ ખેતર ખેડી આપીશ તો અમુક રકમ આપીશ. કાળ મર્યાદા અને કાર્ય મર્યાદા બંને નક્કી કરી કામ કરનાર.
વ્યાખ્યામાં કમ્બાઇનો અર્થ 'ઓડ' કર્યો છે. વર્તમાનમાં ઓડ જાતિના લોકો જમીન ખોદવાનું કામ કરે છે. ગુપ્ત અને પ્રગટ દોષ સેવીની ચૌભંગી :
८१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- संपागडपडिसेवी णामेगे णो पच्छण्ण- पडिसेवी, पच्छण्णपडिसेवी णामेगे णो संपागडपडिसेवी, एगे संपागडपडिसेवी वि पच्छण्णपडिसेवी वि, एगे णो संपागडपडिसेवी णो पच्छण्णपडिसेवी। ભાવાર્થ :- દોષ પ્રતિસેવી પરુષ ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) કેટલાક મનષ્ય પ્રગટ રૂપે દોષ સેવે પણ ગુપ્ત રીતે નહીં (૨) કેટલાક ગુપ્ત રીતે દોષ સેવે પણ પ્રગટ રૂપે નહીં (૩) કેટલાક પ્રગટ અને ગુપ્ત બંને રીતે દોષ સેવે (૪) કેટલાક બંને રીતે દોષ ન સેવે. ઈન્દ્ર, લોકપાલ આદિની અગમહિષીઓ - ८२ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारण्णो चत्तारि अग्ग- महिसीओ पण्णत्ताओ, तं जहा- कणगा, कणगलता, चित्तगुत्ता, वसुंधरा । एवं जमस्स, वरुणस्स, वेसमणस्स । ભાવાર્થ :- અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના લોકપાલ સોમ મહારાજની અને તે જ રીતે યમ, વરુણ અને વૈશ્રમણ લોકપાલોની પણ ચાર-ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કનકા (૨) કનકલતા (૩) ચિત્રગુપ્તા (૪) વસુંધરા. ८३ बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो सोमस्स महारण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- मियगा, सुभद्दा, विज्जुया, असणी ।