Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૬૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ત્રીજી ચૌભંગી જ્ઞાન-દર્શનની ઉત્પત્તિની અપેક્ષાએ છે. તેમાં અતિશય જ્ઞાન-દર્શનની પ્રાપ્તિનું નિરૂપણ છે.
સામાન્યતયા દઢ શરીરવાળાને (વજઋષભનારાચ સંહનનવાળાને)અને આસક્તિથી મુક્ત વ્યક્તિને જ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થાય છે પરંતુ સામગ્રીના ભેદથી તેમાં પરિવર્તન થાય છે. (૧) કેટલીક વ્યક્તિ અસ્વસ્થ હોવાથી અથવા તપશ્ચર્યાદિના કારણે કૃશ થઈ ગઈ હોય પરંતુ દેહાસક્તિના અભાવમાં વિશિષ્ટ જ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરે છે. (૨) કેટલીક વ્યક્તિ સ્વસ્થ હોવાથી શરીરથી કુશ ન હોય, દઢ હોય પણ દેહાસક્તિના કારણે કેવળ જ્ઞાન-કેવળ દર્શનને પ્રાપ્ત કરતી નથી. (૩) કેટલીક વ્યક્તિ સ્વસ્થ હોવાથી દઢ શરીરી હોય અને દેહાસક્તિ ન હોવાથી કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરે છે. (૪) કેટલીક વ્યક્તિ સ્વસ્થ ન હોવાથી કૃશ શરીરી હોય અને દેહાસક્તિ હોવાથી કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરતી નથી.
તાત્પર્ય એ છે કે કેવળજ્ઞાન-કેવળ દર્શનની ઉત્પત્તિમાં શરીરની કૃશતા કે શરીરની દઢતા કારણ ભૂત નથી. કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં દેહાસક્તિનો અભાવ અને ચારિત્ર, તપની ઉત્કૃષ્ટ આરાધના જ કારણભૂત છે. અતિશય જ્ઞાનદર્શનની ઉત્પત્તિ અનુત્પત્તિ :३४ चउहि ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सि समयंसि अइसेसे णाणदसणे समुप्पज्जिउकामेविण समुप्पज्जेज्जा,तं जहा- अभिक्खणं-अभिक्खणं इत्थिकह भत्तकह देसकहं कहेत्ता भवइ । विवेगेण विउस्सग्गेणं णो सम्ममप्पाणं भावित्ता भवइ । पुव्वरत्तावररत्तकालसमयसि णो धम्मजागरियं जागरइत्ता भवइ । फासुयस्स एसणिज्जस्स उंछस्स सामुदाणियस्स णो सम्मं गवेसित्ता भवइ ।
इच्चेएहिं चउहि ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सि समयसि अइसेसे णाणदसणे समुप्पज्जिउकामेवि, णो समुप्पज्जेज्जा । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને વર્તમાન સમયમાં અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થવા યોગ્ય હોવા છતાં પણ ઉત્પન્ન થતું નથી. તેના ચાર કારણો છે, તે આ પ્રમાણે છે– (૧) જે વારંવાર સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા કરે છે. (૨) જે વિવેક અને વ્યુત્સર્ગ દ્વારા આત્માને સમ્યક પ્રકારે ભાવિત કરતાં નથી. (૩) જે પૂર્વરાત્રિ(સૂવાના સમયે)અને અપરરાત્રિના સમયે (ઊઠવાના સમયે)ધર્મ