Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૩૯
લાકડાઓમાં ઘણો ઘણો તફાવત હોય છે, તે કાષ્ઠાંતર કહેવાય. પતર:- પક્ષ્મ શબ્દથી રેશા, રૂવાંટી, કપાસ, રૂ, સુતરના દોરા અને ઉપલક્ષણથી અહીં વસ્ત્રનું પણ ગ્રહણ થાય છે. તેમાં સૂતર, ઊન, રેશમ વગેરે વિવિધ પ્રકારના રેશા અને કાપડ હોય છે. સુતરાઉ–સુતરાઉ કાપડમાં અને ઊન-ઊનના કાપડમાં ઘણું જ અંતર હોય છે. મુલાયમ એવા આકોલીયાના રૂના રેશા અને બરછટ એવી ઊંટ વગેરેની રૂવાંટી વચ્ચે જે તફાવત છે, તે પણ પદ્માન્તર કહેવાય. આ બધા રેશા અને કાપડની મુલાયમતામાં રહેલા અંતરનું સ્મરણ કરાવી શાસ્ત્રકારે મનુષ્યોની વિવિધતા સમજાવી છે. નોહતર – કટાયેલ લોખંડ, સામાન્ય લોખંડ, તલવારનું લોખંડ અને સૂક્ષ્મ સંશોધિત તારનું લોખંડ વગેરે લોખંડ વચ્ચે જે તફાવત છે તે લોહાજર કહેવાય છે. પત્થરાંત૨ - સામાન્ય પથ્થર, ચીકણા પથ્થર, ખનિજ ધાતુના પથ્થર અને રત્નના પથ્થર વચ્ચે જે અંતર છે તે પથ્થરાંતર કહેવાય. આ કાષ્ઠાદિ ચારની સમાન પુરુષ-પુરુષ વચ્ચે અથવા સ્ત્રી–સ્ત્રી વચ્ચે તફાવત હોય છે.
દંતરસમીપે – ઔદાર્યાદિ ગુણોથી યુક્ત વિશિષ્ટ પદવીયુક્ત સન્દુરુષ ચંદન સમ છે અને પરપીડનાદિ દુર્ગુણ યુક્ત કાયર પુરુષો બાવળ સમ છે. પન્ટંતરો :- કરુણ હૃદયવાળા, કોમળતા યુક્ત વચનવાળા પુરુષ આકોલીયાના રૂ સમ છે. કઠોર પુરુષો ઊંટના પલ્મ-રૂવાંટી સમ છે.
મને - પરીષહ-ઉપસર્ગને સહન કરવામાં સમર્થ પુરુષ ખગાદિ લોહ તુલ્ય છે. પરીષહાદિને સહન કરવામાં અસમર્થ પુરુષ કટાયેલા–ખવાયેલા લોખંડ સમાન છે. પત્થરંતરમાણે :- લબ્ધિ સંપન પુરુષ પારસમણી તુલ્ય છે. દીન, દરિદ્રતા યુક્ત પુરુષ સામાન્ય પથ્થર સમાન છે.
S
પુરુષ-પુરુષના અંતરની જેમ સ્ત્રી
સ્ત્રી વચ્ચે પણ આ ચાર પ્રકારના અંતર(તફાવત)હોય છે.
ભૂતક(નોકર)ના ચાર પ્રકાર :८० चत्तारि भयगा पण्णत्ता, तं जहा- दिवसभयए, जत्ताभयए, उच्चत्तभयए, कब्बालभयए। ભાવાર્થ :- ભૂતક(નોકર) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દિવસ મૃતક (૨) યાત્રાભૂતક (૩) ઉચ્ચતા મૃતક (૪) કબ્બાડ ભૂતક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મૃતકના વિવિધ પ્રકાર દર્શાવ્યા છે. ભૂતકનો અર્થ છે–નોકર. વેતન, સમય, સ્થાન