Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વનસ્પતિના અગબીજ આદિ ચાર પ્રકાર :| १५ चउव्विहा तणवणस्सइकाइया पण्णत्ता, तं जहा-अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया । ભાવાર્થ :- તૃણ વનસ્પતિકાયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અઝબીજવાળી, (૨) મૂલબીજવાળી (૩) પર્વબીજવાળી, (૪) સ્કન્ધ બીજવાળી તૃણ વનસ્પતિકાય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તૃણ વનસ્પતિના ચાર પ્રકાર તેના બીજના આધારે દર્શાવ્યા છે. વનસ્પતિના દસ પ્રકાર છે. તેમાં તૃણ સિવાયના અન્ય ભેદમાં આ ચારે ભેદ હોતા નથી, માત્ર તૃણ જાતિની વનસ્પતિમાં સૂત્રોક્ત ચાર પ્રકારના બીજ રહે છે. કોઈ તણના અગ્રભાગમાં, કોઈના મૂળમાં, કોઈના પર્વમાં અને કોઈ તૃણના સ્કંધમાં બીજનું અસ્તિત્વ હોય છે.
વનસ્પતિના ત્રણ સિવાયના ભેદોમાં કોઈ એક ભાગમાં બીજ થઈ શકે છે. તેના કારણે (૧) જે વનસ્પતિના અગ્રભાગમાં બીજ હોય તે અઝબીજવાળી વનસ્પતિ કહેવાય છે, જેમ કે ડાંગર વગેરે. (૨) જે વનસ્પતિના મૂળમાં બીજ હોય તે મૂળબીજવાળી વનસ્પતિ કહેવાય છે, જેમ કે મગફળી. (૩) જે વનસ્પતિના પર્વ-કાતરીમાં બીજ હોય તે પર્વબીજવાળી વનસ્પતિ કહેવાય છે, જેમ કે શેરડી. (૪) જે વનસ્પતિના સ્કન્ધ–થડ પર બીજ હોય તે સ્કન્ધબીજવાળી વનસ્પતિ કહેવાય છે, જેમ કે સલકી, વડ, પીપળો વગેરે.
નારકીના મનુષ્ય લોકમાં ન આવવાના કારણો - १६ चउहि ठाणेहिं अहुणोववण्णे णेरइए णिरयलोयंसि इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए -
अहुणोववण्णे णेरइए णिरयलोयंसि समुब्भूयं वेयणं वेयमाणे इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे णेरइए णिरयलोयंसि णिरयपालेहिं भुज्जो भुज्जो अहिट्ठिज्जमाणे इच्छेज्जा । माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे णेरइए णिरयवेयणिज्जसि कम्मंसि अक्खीणसि अवेइयंसि अणिज्जिण्णंसि इच्छेज्जा । माणुसं लोगं हव्वमागच्छित्तए णो चेव णं संचाए