Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૧
૩૩૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુગલ દ્રવ્યના વર્ણાદિ ગુણની પર્યાય-અવસ્થાના પરિવર્તનનું કથન છે. દ્રવ્યની પર્યાય પલટાય તેને પરિણામ કહેવામાં આવે છે, યથા-પરિણાનો હાથત્તર મનન | વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ ચાર ગુણના કારણે પુદ્ગલ દ્રવ્ય રૂપી કહેવાય છે. એક વર્ણ અન્ય વર્ણ રૂપે, એક ગંધ અન્ય ગંધ રૂપે પરિમિત થાય છે. આ રીતે વણાદિ ચારના પરિણમનના આધારે સૂત્રમાં ચાર પ્રકારના પરિણામ કહ્યા છે.
ચાતુર્યામ ધર્મ :|६९ भरहेरवएसु णं वासेसु पुरिम पच्छिम वज्जा मज्झिमगा बावीसं अरहंता भगवंतो चाउज्जामं धम्मं पण्णवेति, तं जहा- सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिण्णादाणाओ वेरमणं, सव्वाओ बहिद्धा- दाणाओ वेरमणं ।। ભાવાર્થ :- ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરને છોડીને મધ્યવર્તી બાવીસ તીર્થકર ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે છે, તે આ પ્રમાણે છે– (૧) સર્વ પ્રાણાતિપાતથી વિરમણ (૨) સર્વ મૃષાવાદથી વિરમણ. (૩) સર્વ અદત્તાદાનથી વિરમણ. (૪) સર્વ બાહ્ય(વસ્તુઓથી)આદાનથી વિરમણ. ७० सव्वेसु णं महाविदेहेसु अरहंता भगवंतो चाउज्जामं धम्मं पण्णवेति, तं जहा-सव्वाओ पाणाइवायाओ वेरमण जाव सव्वाओ बहिद्धादाणाओ वेरमणं ।
ભાવાર્થ :- સર્વ મહાવિદેહ ક્ષેત્રમાં અહંત ભગવત્ત ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે છે, તે આ પ્રમાણે છે– સર્વ પ્રાણાતિપાતથી વિરમણ યાવતુ સર્વ બાહ્ય આદાનથી વિરમણ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત-ઐરાવત ક્ષેત્રના મધ્યના બાવીસ તીર્થકર અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરો દ્વારા પ્રતિપાદિત ધર્મનો નિર્દેશ છે. સૂત્રગત 'પુરિમ' શબ્દથી આદિ તીર્થકર અને 'છમ શબ્દથી અંતિમ તીર્થકરને ગ્રહણ કરવાના છે. સાવધ કાર્યથી વિરત થવાને યામ કહે છે. ચાર મહાવ્રત રૂપ કામ જ ચાતર્યામ કહેવાય છે.
વહિપ્તાવાળાઓ - બાહ્ય આદાનથી વિરતિ. ધાર્મિક ઉપકરણ સિવાયના સર્વ પદાર્થો બાહ્ય કહેવાય છે. તેના ગ્રહણને બહિદ્વાદાન' કહે છે. અહીં સ્ત્રીને પરિગ્રહરૂપ ગણી મૈથુન વેરમણનો સમાવેશ પરિગ્રહ વેરમણ વ્રત રૂપ બહિદ્વાદાન ચેરમણમાં કર્યો છે. તેથી ચાતુર્યામ ધર્મ થાય છે. મૈથુન અને પરિગ્રહને