Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૭૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
વહૂ:- સામાન્ય રીતે જેને આંખ હોય તે એક ચક્ષુ કહેવાય. તેઓ માત્ર ચર્મચક્ષુથી જ જોતા હોય છે. વિવઘૂ - દેવને દ્રવ્ય આંખ અને અવધિજ્ઞાનરૂપી બીજી આંખ હોવાથી તે દ્વિચક્ષુ કહેવાય છે. તિવઃ - ઉચ્ચકોટીના સાધુ-સંતોને ત્રિચક્ષુ છે. તેઓને દ્રવ્ય આંખ સાથે અવધિજ્ઞાન અથવા મનઃપર્યવજ્ઞાનરૂપ ચક્ષુ અને શ્રુતજ્ઞાનરૂપી આગમચક્ષુ હોવાથી તે ત્રિચક્ષુ છે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન, કેવળ દર્શન અને દ્રવ્ય ચક્ષુ એમ ત્રિચક્ષુ હોય છે. અવધિજ્ઞાનનો વિષયદર્શન ક્રમ :|५५ तिविहे अभिसमागमे पण्णत्ते, तं जहा- उड्डे, अहं, तिरियं ।
जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा अइसेसे णाणदंसणे समुप्पज्जइ, से णं तप्पढमयाए उड्डमभिसमेइ, तओ तिरियं, तओ पच्छा अहे । अहोलोगे णं दुरभिगमे पण्णत्ते समणाउसो ! ભાવાર્થ :- અવધિજ્ઞાન દ્વારા ઉપલબ્ધ યથાર્થજ્ઞાન ત્રણ પ્રકારનું છે, યથા– (૧) ઊંચી દિશામાં જ્ઞાન (૨) નીચી દિશામાં જ્ઞાન (૩) તિરછી દિશામાં જ્ઞાન.
જ્યારે તપ, સંયમ, અહિંસાના યથાર્થ પાલક શ્રમણને અતિશય યુક્ત જ્ઞાનદર્શન(અવધિજ્ઞાન દર્શન) ઉત્પન્ન થાય છે ત્યારે તે સર્વ પ્રથમ ઊંચી દિશામાં(ઉદ્ગલોકને)જાણે, તત્પશ્ચાત્ તિરછી દિશામાં તિર્યલોકને અને તે પછી નીચી દિશામાં અધોલોકને જાણે છે. આ રીતે હે આયુષ્યમાનુ શ્રમણ ! અધોલોકનું જ્ઞાન સહુથી વધારે મુશ્કેલ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવધિજ્ઞાનીને જે ક્રમથી લોકનું જ્ઞાન થાય છે, તેનું નિરૂપણ છે. મફતે બળવંસને – અતિશય-વિશિષ્ટ જ્ઞાનદર્શન. અહીં અવધિજ્ઞાન, અવધિદર્શનને અતિશય જ્ઞાનદર્શન કહ્યાં છે. ૩રૃમને -જે કોઈને પણ અવધિજ્ઞાન થાય છે તે પોતાની ક્ષેત્ર સીમામાં સર્વ પ્રથમ ઊંચી દિશામાં કે ઉર્ધ્વ લોકને જ્ઞાનથી જાણે અને જુએ છે. તે પછી ક્રમથી તિરછી અને નીચી દિશામાં જાણે, જુએ છે.
કેવલજ્ઞાન પણ અતિશય જ્ઞાન છે પરંતુ તેનું અહીં કથન નથી. કારણ કે કેવળજ્ઞાનીને તો એક સાથે સર્વદ્રવ્ય, સર્વ પર્યાયનું જ્ઞાન થાય છે. તેઓના જ્ઞાનમાં પૂર્વ પશ્ચાત્ ક્રમ ન હોય. દેવ, રાજા અને ગણિની અદ્ધિ :५६ तिविहा इड्डी पण्णत्ता, तं जहा- देविड्डी, राइड्डी, गणिड्डी ।