Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૯૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
सा मरुदेवा भगवई । चउत्था अंतकिरिया । ભાવાર્થ :- અંતક્રિયા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે- તે ચાર અંતક્રિયામાંથી પ્રથમ અંતક્રિયામાં અલ્પકર્મી કોઈ જીવ મનુષ્યભવ પામી, મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, સંયમ બહુલ, સંવર બહુલ અને સમાધિ બહુલ થઈ, સ્નેહ(રાગભાવ) રહિત થઈ, સંસાર સમુદ્રને તરવાની ઈચ્છાવાળા, ઉપધાન (શ્રુતજ્ઞાનપૂર્વક) તપ કરનારા, દુઃખરૂપ કર્મોનો ક્ષય કરનારા તપસ્વી હોય છે.
તેને તથાપ્રકારનું ઘોર તપ અને તથાપ્રકારની તીવ્ર વેદના હોતી નથી. આવા લઘુકર્મી પુરુષ દીર્ઘકાલિક સાધુપર્યાયથી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ કે ચારે દિશાઓના અંત સુધી ભરતક્ષેત્રનો દિગ્વિજય કરનાર ચક્રવર્તી ભરત રાજા. આ પ્રથમ(એક પ્રકારની) અંતક્રિયા છે. /૧ll
તે પછી બીજી અંતક્રિયામાં કોઈ ભારેકર્મી જીવ મનુષ્યભવ પામી, મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, સંયમ બહુલ આદિ પૂર્વોક્ત ગુણસંપન્ન બનીને, દુઃખરૂપકર્મોનો ક્ષય કરનારા તપસ્વી હોય છે.
તેને વિશેષ પ્રકારનું ઘોર તપ અને તથા પ્રકારની ઘોર વેદના હોય છે. આવા પુરુષ અલ્પકાલિક સાધુ પર્યાય દ્વારા સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ કે ગજસુકુમારમુનિ. આ બીજા પ્રકારની અંતક્રિયા છે. રા.
તે પછી ત્રીજી અંતક્રિયામાં કોઈ ભારે કર્મી જીવ મનુષ્ય જન્મ પામી, મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, સંયમ બહુલ આદિ પૂર્વોક્ત ગુણ સંપન્ન બનીને દુઃખ રૂપ કર્મોનો ક્ષય કરનારા તપસ્વી હોય છે.
તેને વિશેષ પ્રકારનું ઘોરતપ અને તે જ પ્રમાણેની ઘોર વેદના હોય છે. આ પ્રકારના પુરુષદીર્ઘકાલિક સાધુપર્યાય પાળીને સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ કે સનસ્કુમાર ચક્રવર્તી રાજા. આ ત્રીજી અંતક્રિયા છે. IIll.
તે પછી ચોથી અંતક્રિયામાં અલ્પકર્મી જીવ મનુષ્ય જન્મ પામી, મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, સંયમ–બહુલ, સંવર–બહુલ આદિ પૂર્વોક્ત ગુણસંપન્ન થઈને, દુઃખ રૂપ કર્મોનો ક્ષય કરનારા તપસ્વી હોય છે.
તેને તે પ્રકારનું ઘોર તપ કે ઘોર વેદના હોતી નથી. આ પ્રકારના પુરુષ અલ્પકાલિક સાધુપર્યાય પાળી સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ કે ભગવતી મરુદેવા. આ ચોથી અંતક્રિયા છે. જો
વિવેચન :
અંતકિયા - સર્વ કર્મોનો સર્વથા અંત કરનારી ક્રિયાને અંતક્રિયા કહે છે. મૃત્યુ સમયે મનુષ્યનું સ્થલ