Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अभिभवइ, णो तं परीसहा अभिमुंजिय अभिमुंजिय अभिभवंति ।
से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए समाणे पंचहिं महव्वए हिं णिस्संकिए जाव णो कलुससमावण्णे, पंच महव्वयाई सद्दहइ जाव णो तं परीसहा अभिजुजिय अभिजुजिय अभिभवति ।
से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए छहिं जीवणिकाएहिं णिस्संकिए जाव णो कलुससमावण्णे, छ जीवणिकाए सद्दहइ जाव णो तं परीसहा अभिमुंजिय अभिजुजिय अभिभवति । ભાવાર્થ :- સ્થિર ચિત્ત નિગ્રંથનું ત્રણ પ્રકારે હિત થાય, શુભ થાય, તે સંયમપાલનમાં સમર્થ થાય, તેનું આ જીવન કલ્યાણમય થાય અને પરભવ સુખકારી થાય, તે ત્રણ સ્થાન આ પ્રમાણે છે(૧) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, નિગ્રંથ પ્રવચનમાં નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિવિચિકિત્સિત, અભેદ સમાપન્ન અને અકલુષસમાપન્ન થઈને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રુચિ કરે અને તે પરીષહોને જીતે છે પરંતુ પરીષહો તેને પરાજિત કરી શકતા નથી.
(૨) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, પંચમહાવ્રતોમાંનિઃશંકિત રહે છે તેમજ અકલુષસમાપન્ન થઈને પંચમહાવ્રતોમાં શ્રદ્ધા આદિ કરે છે, તેને પરીષહો પરાભૂત કરી શકતા નથી. (૩) તે મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ, છ જવનિકાયમાં નિઃશંકિત રહે છે તેમજ અકલુષસમાપન્ન થઈને જીવનિકાયમાં શ્રદ્ધા આદિ કરે છે, તેને પરીષહો અભિભૂત કરી શકતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્થિરચિત્ત અને અસ્થિરચિત્ત સાધકોની સંયમ સાધનામાં સફળતા અને અસફળતા પ્રદર્શિત કરી છે.
વલિયમ્સ - શ્રદ્ધામાં અને સંયમમાં સાવધાન રહેનાર સાધક એટલે સ્થિર ચિત્ત સાધક. અવવસિયસ :- શ્રદ્ધા અને સંયમમાં અસાવધાની રાખનાર સાધક એટલે અસ્થિર ચિત્ત સાધક.
સ્થિર ચિત્ત સાધકને સૂત્ર વર્ણિત ત્રણ પ્રકારે સફળતાની ઉપલબ્ધિ થાય છે અને અસ્થિર ચિત્ત સાધકને સૂત્ર વર્ણિત ત્રણ પ્રકારે અસફળતાની સ્થિતિ મળે છે.
અહિત = અપથ્યકર, અશુભ = પાપરૂપ, અક્ષમ = અસમર્થતા, અનાનુગામિક = અશુભાનુબંધ,