Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ઉપદેશિત ધર્મના આ ત્રણે ગુણો પરસ્પર સંકળાયેલા છે અર્થાત્ સુઅધ્યયન વિના સુધ્યાન ન હોય અને સુધ્યાન વિના સુતપ ન હોય. આ પદોમાં જે 'સુ' જોડાયેલ છે તે સમ્યક્દો પર્યાયવાચી છે. સમ્યજ્ઞાન, સમ્યક્ ધ્યાન અને સમ્યક્તપ, આ ત્રણેનું સમન્વયાત્મક રૂપ જ આત્માને પરમાત્મા બનાવે છે. આ જ તત્ત્વને બીજા શબ્દોમાં કહ્યું છે કે–
૨૭૪
णाणं पयासयं, सोहओ तवो, संजमो य गुत्तिकरो । तिहंपि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥
અર્થ– જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ રક્ષક છે. આ ત્રણેનો સમન્વય થાય ત્યારે આત્માનો મોક્ષ થાય, તેમ જિન શાસનમાં કહ્યું છે. આ શ્લોકમાં જ્ઞાન, તપ અને સંયમ ત્રણના સંયોગે મોક્ષપ્રાપ્તિનું નિરૂપણ છે. આ રીતે સ્પષ્ટ થાય છે કે સૂત્રોક્ત ત્રણ ગુણોથી સંયુક્ત ધર્મ સુઆખ્યાત કહેવામાં આવે છે. તેમજ શ્લોકગત ત્રણ ગુણોનો સંયોગ મોક્ષદાયક થાય છે.
પાપની નિવૃત્તિ અને પ્રવૃત્તિ
| ६३ तिविहा वावत्ती पण्णत्ता, तं जहा- जाणू अजाणू वितिगिच्छा। एवं अज्झोव - वज्जणा परियावज्जणा ।
:
ભાવાર્થ :- પાપથી નિવૃત્તિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) જ્ઞાનપૂર્વકની (૨) અજ્ઞાનદશાની (૩) ફળ પ્રતિ સંદેહયુક્ત. તે જ પ્રમાણે પાપમાં આસક્તિ અને પાપમાં પ્રવૃત્તિના પણ ત્રણ-ત્રણ પ્રકાર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાપની નિવૃત્તિ, આસક્તિ અને પ્રવૃત્તિ પ્રત્યેની વ્યક્તિની અંતઃસ્થિતિનું ચિત્રણ
છે.
વાવત્તિ :– (વ્યાવૃત્તિ) પાપકર્મથી નિવૃત્તિ. (૧) જે સાધક પાપકર્મનું પરિણામ આ ભવ અને પરભવમાં અનિષ્ટ રૂપ છે એમ જાણી, તેનાથી નિવૃત્ત થાય તે જ્ઞાનવ્યાવૃત્તિ કહેવાય છે. (૨) જે વ્યક્તિ કાર્યના પરિણામની જાણકારી પૂર્વક નહીં પરંતુ દેખાદેખીથી પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરે છે તે અજ્ઞાન વ્યાવૃત્તિ કહેવાય છે. (૩) આ પાપનો ત્યાગ ઉચિત છે કે અનુચિત તેનો નિર્ણય કર્યા વિના અથવા તે ત્યાગ ફળદાયી થશે કે નહિ તેવી શંકાસ્પદ અવસ્થામાં જે તેથી નિવૃત્ત થાય તો તે તેની સંશયપૂર્વકની વ્યાવૃત્તિ
છે.
અોવવપ્નળા :- (અઘ્યપપાદના) પાપકર્મો પ્રતિ તેમજ ઈન્દ્રિય વિષય અને ઈન્દ્રિય પોષક પદાર્થ પ્રતિ આસક્તિ અને મમત્વભાવ હોય તેને અધ્યપપાદન કહે છે.
રિયાવ[ળા :- પાપકાર્યોનો સ્વીકાર, પાપકાર્યોનું આચરણ, ઈન્દ્રિય વિષયોનું સેવન,