Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૪
ઉપાર્જિત પાપનું છેદન થાય તેને પ્રાયશ્ચિત્ત કહે છે. આગમમાં તેના દશ ભેદોનું વિધાન છે પરંતુ અહીં ત્રીજું સ્થાન હોવાથી ત્રણ પ્રકારના પ્રાયશ્ચિતનો નિર્દેશ કર્યો છે. તે ત્રણે પ્રાયશ્ચિત્ત અતિચાર દોષથી
સંબંધિત છે.
૨૫૧
આલોચના ઃ– શાસ્ત્રની વિશિષ્ટ આજ્ઞાનું અપવાદિક પરિસ્થિતિમાં યથાર્થ રીતે પાલન ન થાય તો તેની ગુરુ સમક્ષ આલોચના થાય છે. જેમ કે કોઈ ગોચરીની આજ્ઞા લઈને જાય પછી ત્યાં મલમૂત્રની બાધા થતાં તેને પરઠવાની પ્રવૃત્તિ કરી હોય તો તેની આલોચના કરવી. આ પ્રવૃત્તિ કેવળ આલોચનાને યોગ્ય છે.
પ્રતિક્રમણ :– 'મેં જે દોષ કર્યા છે તે મિથ્યા થાઓ" આ રીતે સ્વયં 'મિચ્છામિ દુક્કડમ્' કરવાને પ્રતિક્રમણ કહે છે. જે દુષ્કૃત્ય સહસા, અજાણતા થઈ જાય તેની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. જેમ કે પોતાનું સમજીને ગૃહસ્થનું વસ્ત્ર ઉપાડી લે તો મિચ્છામિ દુક્કડં કહેવું જોઈએ. આ દોષ કેવળ પ્રતિક્રમણને યોગ્ય છે. તેમ બીજી પણ પ્રવૃત્તિ સમજી લેવી જોઈએ.
તદુભય :– આલોચના અને પ્રતિક્રમણ આ બંને ક્રિયાને તદુભય કહે છે. દોષની ગુરુ સમક્ષ આલોચના સહિત મિચ્છામિ દુક્કડં કરવાને તદુભય પ્રાયશ્ચિત્ત કહે છે. જેમ કે કોઈની સાથે સામાન્ય રીતે ભાષાનો અવિવેક કે અવિનય થયો હોય તો તદુભય પ્રાયશ્ચિત્ત થાય છે. ગૌતમ સ્વામી અને આનંદ શ્રાવક સાથે થયેલી અવધિજ્ઞાન સંબંધી ચર્ચા તદુભય પ્રાયશ્ચિત્ત યોગ્ય સમજવી.
જંબુદ્વીપના વિભાજિત ક્ષેત્રો
=
१३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तओ अकम्मभूमीओ પળત્તાઓ, તેં નહીં- હેમવ, હરવાસે, દેવરા ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના દક્ષિણ ભાગમાં ત્રણ અકર્મ ભૂમિઓ છે, યથા– (૧) હેમવય (૨) હિરવાસ (૩) દેવકુરુ.
१४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं तओ अकम्मभूमीओ पण्णत्ताओ, તું બહા- ઉત્તરા, રમ્માવાલે, હેરળવણ્ |
ભાવાર્થ :– જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી ઉત્તર ભાગમાં ત્રણ અકર્મભૂમિઓ છે, યથા— (૧) ઉત્તરકુરુ (૨) રમ્યકવાસ (૩) હૈરણ્યવય.
१५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तओ वासा पण्णत्ता, તેં બહા- મરહે, હેમવર, હરવાલે ।
ભાવાર્થ:- જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના દક્ષિણભાગમાં ત્રણ વાસ = ક્ષેત્ર છે, યથા– (૧) ભરત (૨) હેમવય (૩) હરિવાસ.