Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૩૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આત્મ પ્રતિષ્ઠિત-સ્વસ્વરૂપમાં રહેલા છે.
નૈગમ, સંગ્રહ, વ્યવહાર નયની અપેક્ષાએ નરકાવાસ પૃથ્વી પ્રતિષ્ઠિત છે. ઋજુસૂત્ર નયની અપેક્ષાએ નરકાવાસ આકાશ પ્રતિષ્ઠિત છે. ત્રણ શબ્દ નય(શબ્દ, સમભિરૂઢ, એવંભૂત)ની અપેક્ષાએ નરક આત્મપ્રતિષ્ઠિત છે.
વિવેચન :
નારકીઓના રહેવાના સ્થાન નારકાવાસ કહેવાય છે. તે નરકાવાસોના આધાર વિષયક વર્ણન પ્રસ્તુત સૂત્રમાં સાતનયની અપેક્ષાએ છે. નયો જુદા-જુદા દષ્ટિકોણથી પદાર્થનો નિર્ણય કરે છે. સાતે નય ઉત્તરોત્તર સૂક્ષ્મદષ્ટિએ વિચારે છે.
સ્થૂલ દષ્ટિકોણ સ્વીકારનાર નૈગમનય, સંગ્રહનય અને વ્યવહાર નયના મતે નરકાવાસ, રત્નપ્રભા વગેરે પૃથ્વીના આધારે સ્થિત છે. પૂર્વના ત્રણે નય કરતાં સૂક્ષ્મતાથી વિચાર કરનાર ઋજુસૂત્રનયના મતે સર્વ દ્રવ્યને આકાશ જ આધાર આપે છે. રત્નપ્રભાદિ પૃથ્વી પણ આકાશના આધારે છે અને નરકાવાસ પણ આકાશને આધારે જ છે. સૂક્ષ્મતમ દષ્ટિ ધરાવનાર અંતિમ ત્રણે નયના મતે આધાર આપવામાં આકાશ નિમિત્ત છે. સર્વ દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય છે માટે નરકાવાસ સ્વપ્રતિષ્ઠિત છે.
સૂક્ષ્મતાત્વિક દષ્ટિએ સર્વ વસ્તુ આત્મપ્રતિષ્ઠિત હોય છે. શુદ્ધ, સ્થલ દષ્ટિએ સર્વ વસ્તુ પોતાના અવગાહિત આકાશ પ્રદેશ પ્રતિષ્ઠિત હોય છે. વ્યવહારથી સર્વ વસ્તુ પૃથ્વી આદિ પ્રતિષ્ઠિત હોય છે. મિથ્યાક્રિયાના ભેદ પ્રભેદ – ५४ तिविहे मिच्छत्ते पण्णत्ते, तं जहा- अकिरिया, अविणए, अण्णाणे । ભાવાર્થ - મિથ્યાત્વ ત્રણ પ્રકારના છે, યથા- (૧) અક્રિયા મિથ્યાત્વ (૨) અવિનય મિથ્યાત્વ (૩) અજ્ઞાન મિથ્યાત્વ. |५५ अकिरिया तिविहा पण्णत्ता, तं जहा- पओगकिरिया, समुदाणकिरिया, अण्णाण किरिया । ભાવાર્થ :- અક્રિયા(મિથ્યાત્વ)ના ત્રણ પ્રકાર છે, યથા– (૧) પ્રયોગક્રિયા સંબંધી (૨) સમુદાન ક્રિયા સંબંધી (૩) અજ્ઞાનક્રિયા સંબંધી. ५६ पओगकिरिया तिविहा, पण्णत्ता, तं जहा- मणपओगकिरिया, वइपओग-किरिया, कायपओगकिरिया । ભાવાર્થ :- પ્રયોગ ક્રિયાના ત્રણ પ્રકાર છે, યથા- (૧) મનપ્રયોગ ક્રિયા (૨) વચનપ્રયોગ ક્રિયા (૩)