Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
૨૩૭
સ્નેહ રાગને દૂર કરવો, સ્પર્ધા ઉત્પન્ન કરવી, તર્જના કરવી. ' 'અર્થ' શબ્દનો સામાન્ય અર્થ ધન, લક્ષ્મી થાય છે. તેની ઉપલબ્ધિના પણ પૂર્વોક્ત ત્રણ પ્રકાર છે તેમ સમજી શકાય છે.
ત્રણ પ્રકારે પુદ્ગલ પરિણમન :५२ तिविहा पोग्गला पण्णत्ता,तं जहा- पओगपरिणया, मीसा परिणया, वीससा परिणया।
ભાવાર્થ :- પુગલ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રયોગ પરિણત (૨) મિશ્ર પરિણત (૩) વિસસા પરિણત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યના પરિણમનનું અર્થાત્ અવસ્થાઓના પરિવર્તનનું વર્ણન છે. (૧) પ્રયોગ પરિણત- જીવના પ્રયત્નથી પુદ્ગલોમાં જે પરિણમન થાય તે પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવાય છે. જેમ કે ઘટ, પટ વગેરે જીવના વ્યાપારથી બને, તેથી તે પ્રયોગ પરિણત છે. જીવોના શરીર પણ પ્રયોગ પરિણત કહેવાય છે. (૨) મિશ્રપરિણત- જે પુગલો જીવ વ્યાપાર અને સ્વભાવ બંને પ્રકારે પરિવર્તન પામે છે. જેમ વસ્ત્રના પુદ્ગલો પ્રયોગથી વસ્ત્રરૂપે પરિણમે છે અને તે વસ્ત્ર ન વપરાવા છતાં સ્વભાવથી જૂનું થાય તે મિશ્રપરિણત કહેવાય. જીવના છોડેલા શરીર-મુક્તશરીર મિશ્રપરિણત કહેવાય.
(૩) વિસસા પરિણત- જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે પુદ્ગલોમાં જે પરિણમન થાય છે તે વિસસા પરિણત પુદ્ગલ કહેવાય છે. જેમ કે દ્ધિપ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધો, વાદળા, ઈન્દ્રધનુષ વગેરે.
નય દષ્ટિએ નરકની પ્રતિષ્ઠિતતા :|५३ तिपइट्ठिया णरगा पण्णत्ता, तं जहा- पुढविपइट्ठिया, आगासपइट्ठिया आयपइट्ठिया णेगम-संगह-ववहाराणं पुढविपइट्ठिया, उज्जुसुयस्स आगासपइट्ठिया, तिण्हं सद्दणयाणं आयपइट्ठिया । ભાવાર્થ :- નરકસ્થાન(નરકાવાસ) ત્રિપ્રતિષ્ઠિત અર્થાતુ ત્રણને આધારિત છે, તે આ પ્રમાણે છે(૧) પૃથ્વી પ્રતિષ્ઠિત–પૃથ્વી ઉપર રહેલા છે. (૨) આકાશ પ્રતિષ્ઠિત–આકાશના આધારે રહેલા છે. (૩)