Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૮૭]
એકસઠમા સૂત્રમાં રાખો શબ્દથી ચક્રવર્તી અને માંડલીક રાજાને ગ્રહણ કરવા. વાસુદેવ નિયાણકડા હોય છે. તેઓ વ્રતાદિ ગ્રહણ કરી શકતા નથી અને તેઓ માટે નરકગતિ નિશ્ચિત્ત જ હોય છે. ચક્રવર્તી, માંડલીક રાજા, સેનાપતિ, પ્રશાસ્તા–મંત્રી, ધર્મપાઠક વગેરે કામભોગોનો ત્યાગ કરી સાધુવ્રત અંગીકાર કરે તો આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને શ્રાવકવ્રત ધારણ કરે તો ઉપલક્ષણથી વૈમાનિક દેવમાં બાર દેવલોક સુધી ઉત્પન્ન થાય છે તેમ સમજવું.
શ્રાવક વ્રતધારી દેશવિરતની ગત બાર દેવલોકની છે, સર્વવિરત સાધુની ગત સર્વાર્થસિદ્ધ વિમાન સધી છે. પરિત્યક્ત કામભોગ' નો અર્થ સર્વવિરતિ હોય છે પરંતુ જો મંત્રી, સેનાપતિ વગેરે શ્રમણોપાસક બને તો સાતમી નરકમાં ન જાય, તેને માટે ઉપલક્ષણથી શ્રાવક વૈમાનિકમાં જાય તેમ અહીં સ્પષ્ટ કર્યું છે. અસરમાણ:- 'અધઃ સપ્તમ'માં અધઃ વિશેષણ વિના સપ્તમ શબ્દથી રત્નપ્રભા પૃથ્વીનું કથન કરી શકાય. કારણ કે નીચેથી ગણના કરતાં રત્નપ્રભા પૃથ્વીને સાતમી પૃથ્વી કહી શકાય. તેના નિવારણ માટે
દે વિશેષણ આપ્યું છે. ત્રણ વર્ણના દેવ વિમાન :
६२ बंभलोग-लंतएसु णं कप्पेसु विमाणा तिवण्णा पण्णत्ता, तं जहाશિખા, ગીતા, તોહ I ભાવાર્થ :- બ્રહ્મલોક અને લાંતક દેવલોકના વિમાન ત્રણ વર્ણવાળા છે, યથા– (૧) કૃષ્ણ (૨) નીલ (૩) લાલ.
ત્રણ હાથની અવગાહનાવાળા દેવો :६३ आणयपाणयारणच्चुएसु णं कप्पेसु देवाणं भवधारणिज्जसरीरगा उक्कोसेण तिण्णि रयणीओ उड्डे उच्चत्तेण पण्णत्ता । ભાવાર્થ :- આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પમાં દેવોના ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ ત્રણ ર—િ–ત્રણ હાથ પ્રમાણ ઊંચા હોય છે. ત્રણ પ્રાતિશાસ્ત્રનું અધ્યયન :६४ तओ पण्णत्तीओ कालेणं अहिज्जति, तं जहा- चंदपण्णत्ती, सूरपण्णत्ती, दीवसागरपण्णत्ती। ભાવાર્થ :- ત્રણ પ્રજ્ઞપ્તિઓનું યથાકાલ(પ્રથમ અને અંતિમ પોરસીમાં) અધ્યયન કરવામાં આવે છે,