Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૧૧]
ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર તે દોષની આલોચના વગેરે કરતા નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત રૂપ તપનો સ્વીકાર કરતા નથી, તે ત્રણ કારણ આ પ્રમાણે છે– (૧) મારી કીર્તિ ઓછી થશે. (૨) મારો યશ ઓછો થશે. (૩) મારા પૂજા–સત્કાર ઓછા થશે. | ४ तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा, पडिक्कमेज्जा जाव पडि- वज्जेज्जा, तं जहा- माइस्स णं अस्सि लोए गरहिए भवइ, उववाए गरहिए भवइ, आजाई गरहिया भवइ । ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, નિવૃત્તિ તથા શુદ્ધિ કરે છે. તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત થાય છે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ અંગીકાર કરે છે, તે કારણ આ પ્રમાણે છે– (૧) દોષ સેવન કરનારનો આ લોક[વર્તમાન ભવગહિત થાય છે. (૨) દોષ સેવન કરનારનો આગામી ભવ ગહિત થાય છે. (૩) દોષ સેવન કરનારના ભવોભવ ગહિત થાય છે. | ५ तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा जाव पडिवज्जेज्जा, तं जहा- अमाइस्स णं अस्सि लोए पसत्थे भवइ, उववाए पसत्थे भवइ, आजाई पसत्था भवइ । ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, નિવૃત્તિ તથા શુદ્ધિ કરે છે. તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત રહે છે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ અંગીકાર કરે છે, તે કારણ આ પ્રમાણે છે– (૧) આલોચના કરનારનો આ લોક પ્રશસ્ત થાય છે. (૨)આલોચના કરનારનો પરલોક પ્રશસ્ત થાય છે. (૩) આલોચના કરનારના ભવોભવ પ્રશસ્ત થાય છે. |६ तिहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा जाव पडिवज्जेज्जा, तं जहा- णाणट्ठयाए, दसणट्ठयाए, चरित्तट्ठयाए । ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, નિવૃત્તિ તથા તેની શુદ્ધિ કરે છે, તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત થાય છે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ અંગીકાર કરે છે, તે કારણ આ પ્રમાણે છે– (૧) જ્ઞાનની પ્રાપ્તિ માટે (૨) દર્શનની પ્રાપ્તિ માટે (૩) ચારિત્રની પ્રાપ્તિ માટે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં આલોચના કરનાર અને ન કરનારની માનસિક વૃત્તિનું નિદર્શન છે. પાપકર્મના આચરણ પછી તેની આલોચનાદિ કરીને વિશુદ્ધ થવું તે સાધક જીવનનું અત્યાવશ્યક કર્તવ્ય છે. તેમ છતાં કેટલાક સાધક આલોચનાદિ કરે છે અને કેટલાક તેની મહત્તા સમજ્યા વિના, વિપરીત વિચારધારાથી