Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
[ ૧૭૫ ]
સાધનોને પણ ઉપધિ કહેવામાં આવે છે. પરિગ્રહ :- પદગલમય પદાર્થોના ગ્રહણધારણને પરિગ્રહ કહે છે અને તેના પરના મમત્વને ભાવ પરિગ્રહ કહેવામાં આવે છે.
કર્મ અને શરીર દ્વારા જીવ સંસારમાં રહે છે માટે તે ઉપધિરૂપ છે. વસ્ત્ર, પાત્રાદિ જીવન નિર્વાહના સાધનરૂપ છે માટે તેને ઉપધિ કહે છે. જીવને તે ત્રણે ઉપર મમત્વભાવ રહે તો તે પરિગ્રહરૂપ બને છે.
કર્મ અને શરીર આત્મા સાથે સંલગ્ન હોય છે તેથી તે આત્યંતર ઉપધિરૂપ છે અને ભંડોપકરણ શરીરની જેમ આત્મા સાથે સંલગ્ન નથી, તેથી બાહ્ય ઉપધિ કહેવાય છે. ભંડ-પાત્રાદિને 'બાહિર' બાહ્ય એવું વિશેષણ આપ્યું છે. શરીર અને કર્મને આત્યંતર વિશેષણ આપ્યું નથી પણ અર્થાપતિથી તે સિદ્ધ થઈ જાય છે. નારકી અને એકેન્દ્રિયને કર્મ અને શરીર રૂ૫ ઉપધિ છે, બાહ્ય ઉપધિ અને પરિગ્રહ નથી. શેષ સર્વને ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. વિશ્લેન્દ્રિયને શરીરથી ભિન્ન તેના રક્ષણ માટેના કોચલા વગેરે બાહ્ય ઉપધિરૂપ કહેવાય છે.
સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ અન્ય રીતે પણ ઉપધિ અને પરિગ્રહના ત્રણ પ્રકાર થાય છે. નારકીથી વૈમાનિક સુધીના પ્રત્યેક દંડકના જીવને આ ત્રણ પ્રકારની ઉપધિ અને ત્રણ પ્રકારનો પરિગ્રહ હોય છે. પ્રણિધાનના ભેદ પ્રભેદ :
४० तिविहे पणिहाणे पण्णत्ते, तं जहा- मणपणिहाणे, वयपणिहाणे, कायपणिहाणे एवं पंचिंदियाणं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રણિધાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મનપ્રણિધાન (૨) વચનપ્રણિધાન (૩) કાયપ્રણિધાન. ઉપરોક્ત ત્રણે પ્રણિધાન વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકોમાં પંચેન્દ્રિય જીવોને હોય
४१ तिविहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणसुप्पणिहाणे, वयसुप्पणिहाणे कायसुप्पणिहाणे ।
संजयमणुस्साणं तिविहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणसुप्पणिहाणे, वयसुप्पणिहाणे, कायसुप्पणिहाणे । ભાવાર્થ :- સુપ્રણિધાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મનસુપ્રણિધાન (૨) વચન સુપ્રણિધાન (૩) કાયસુપ્રણિધાન.
સંયત મનુષ્યોને ત્રણ સુપ્રણિધાન છે, તે આ પ્રમાણે છે– (૧) મનસુપ્રણિધાન (૨) વચનસુપ્રણિધાન