Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન–૩.
૧૪૫
ત્રીજું સ્થાના « પરિચય
જે
જે
પ્રસ્તુત સ્થાનમાં ત્રણ સંખ્યાથી સંબદ્ધ વિષય સંકલિત છે. આ સ્થાન ચાર ઉદ્દેશકોમાં વિભક્ત છે. તેમાં તાત્ત્વિક વિષયો સાથે સાહિત્યિક અને મનોવૈજ્ઞાનિક વિષયોની અનેક ત્રિભંગીઓ છે. તેમાં મનુષ્યની શાશ્વત મનોભૂમિકાઓ અને વાસ્તવિકતાઓ તથા સત્યતાનું માર્મિક રીતે ઉદ્ઘાટન થયું છે. જેમ કે તો पुरुषजाया पण्णत्ता, तं जहा- बूइत्ता णामेगे सुमणे भवइ, बूइत्ता णामेगे दुम्मणे પવ, વ્રત્તા ગામે નોસુમને નો કુમ્ભ મવા મનુષ્ય ત્રણ પ્રકારના છે. સુમન, દુર્મન અને તટસ્થ. પ્રત્યેક મનુષ્ય બોલે છે પરંતુ બોલ્યા પછીની પ્રતિક્રિયા સમાન હોતી નથી. કેટલાક મનુષ્ય બોલ્યા પછી મનમાં સુખનો અનુભવ કરે છે, કેટલાક દુઃખનો અનુભવ કરે છે તો કેટલાક આ બંને પ્રકારના અનુભવથી મુક્ત રહે છે અર્થાત્ તટસ્થ રહે છે.
જવું, આવવું, આપવું, લેવું વગેરે પ્રત્યેક પ્રવૃત્તિ પછી કોઈ વ્યક્તિનું મન સુખ અનુભવે તો કોઈ વ્યક્તિનું મન દુઃખ અનુભવે અને કોઈ વ્યક્તિ તટસ્થ રહે છે. જેમ કે કંજૂસ વ્યક્તિને લાજે, શરમ, પરાણે કોઈ વસ્તુ આપવી પડે તો તે આપીને દુઃખ અનુભવે છે. ઉદાર દિલવાળી વ્યક્તિ પોતાની વસ્તુ અન્યને આપીને સુખનો અનુભવ કરે છે. મધ્યસ્થ વ્યક્તિ કોઈને વસ્તુ આપીને તટસ્થ જ રહે છે.
જે લોકો સાત્વિક, હિત, મિત ભોજન કરે છે તે ભોજન પછી સુખ અનુભવે છે. જે અહિતકારી અને પ્રમાણથી વધુ ખાઈ લે છે તે દુઃખ અનુભવે છે. સાધક જીવ ભોજન પછી તટસ્થ રહે છે. જેના અંતરમાં કરુણા ન હોય તેવી વ્યક્તિઓ યુદ્ધ પછી સુખનો અનુભવ કરે છે. આવી મનોવૃત્તિવાળા સેનાપતિ, રાજા વગેરેના અનેક ઉદાહરણો ઈતિહાસમાં જોવા મળે છે. જેના મનમાં કરુણાનો સ્રોત પ્રવાહિત હોય તે યુદ્ધ પછી દુઃખ અનુભવે છે. કલિંગદેશના વિજય પછી સમ્રાટ અશોકનું કરુણા દિલ યુદ્ધ માટે ક્યારે ય તૈયાર ન થયું. માત્ર આજીવિકા માટે જે સૈનિક યુદ્ધ કરતા હોય તે યુદ્ધ પછી સુખ કે દુઃખ કાંઈ અનુભવતા નથી. આ રીતે વિભિન્ન મનોવૃત્તિઓનું વિશ્લેષણ આ સ્થાનમાં જોવા મળે છે.
પ્રસ્તુત સ્થાનમાં ક્યાંક સંવાદ સંકલિત છે તો કેટલાક સૂત્ર આચાર વિષયક છે. જેમ કે પ્ય foથાપ વા થિઇ વા તો પથારું ધારિત વા પરિત્તિ વા = મુનિ ત્રણ પ્રકારના પાત્ર રાખી શકે છે. તેમજ મુનિ ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે છે– (૧) લજ્જાનિવારણ (૨) જુગુપ્સાનિવારણ (૩) પરીષહનિવારણ. તેમાં લજ્જા સ્વયંની અનુભૂતિ છે, જુગુપ્સા લોકાનુભૂતિ છે, પરીષહ સ્વયંની ક્ષમતાને આધારિત અનુભૂતિ છે.
પ્રસ્તુત સ્થાનમાં પ્રાકૃતિક વિષયોનું સંકલન પણ જોવા મળે છે. તેથી તે સમયની ધારણાઓ પણ