Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪૬ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
સૂચિત થાય છે. જેમ કે અલ્પવૃષ્ટિ અને મહાવૃષ્ટિના ત્રણ-ત્રણ કારણો દર્શાવ્યા છે. વ્યવસાયના સૂત્રોમાં ધાર્મિક, અધાર્મિક, ધાર્મિકાધાર્મિક વ્યવસાય અને લૌકિક, વૈદયિક, સામયિક વ્યવસાય નિરૂપિત છે. લૌકિકમાં ધર્મ, અર્થ, કામ; અર્થમાં સામ, દંડ, ભેદનીતિ; વૈદિકમાં સર્વેદ, યજુર્વેદ, સામવેદનો ઉલ્લેખ છે. આ રીતે અનેક મહત્ત્વપૂર્ણ સૂચનો પ્રસ્તુત સ્થાનમાં જોવા મળે છે. વિષયોની વિવિધતાના કારણે આ સ્થાનના વાંચનમાં રુચિ અને જ્ઞાનની પુષ્ટિ બને થાય છે.