Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
| ૧૧૫ |
दो पंडुकंबलसिलाओ, दो अतिपंडुकंबलसिलाओ, दो रत्तकंबलसिलाओ, दो अइरत्त- कंबलसिलाओ । दो मंदरा, दो मंदरचूलिआओ। ભાવાર્થ :- ધાતકીખંડ દીપમાં (મેરુપર્વત પર)બે ભદ્રશાલવન, બે નંદનવન, બે સોમનસવન અને બે પંડકવન છે.
ઉક્ત બન્ને પંડકવનમાં બે પાંડકંબલ શિલા, બે અતિ પાંડુકંબલ શિલા, બે રક્તકંબલ શિલા, બે અતિરક્ત કંબલ શિલા ક્રમથી ચારે દિશામાં અવસ્થિત છે.
ધાતકી ખંડ દ્વીપમાં બે મંદરગિરિ પર્વત છે અને તેની બે મંદરચૂલિકા છે. ६० धायइसंडस्स णं दीवस्स वेइया दो गाउयाई उड्डमुच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- ધાતકી ખંડ દ્વીપની વેદિકાની ઊંચાઈ બે ગાઉની છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેરુપર્વતના ચાર વન અને પંડગવનમાં આવેલી ચાર શિલાનું નિરૂપણ છે.
પંડગવનમાં ચારે દિશામાં ક્રમશઃ ચાર શિલા છે. ત્યાં તીર્થકરોનો જન્માભિષેક ઉજવાય છે. પ્રત્યેક તીર્થકરનો જન્માભિષેક પોતાની દિશાની શિલા ઉપર જ થાય છે. જેમ કે દક્ષિણ દિશામાં આવેલી શિલા પર ભરતક્ષેત્રના તીર્થકરનો જ જન્માભિષેક ઉજવાય છે. આ રીતે દરેક શિલામાં સમજવું જોઈએ.
કાલોદધિ સમુદ્રની વેદિકા :६१ कालोदस्स णं समुद्दस्स वेइया दो गाउयाई उड्ढे उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- કાલોદ સમુદ્રની વેદિકાની ઊંચાઈ બે ગાઉની છે. વિવેચન :
ધાતકીખંડ દ્વીપને ફરતો કાલોદધિ સમુદ્ર છે. જેનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે. તેની વેદિકા બે ગાઉની છે. સમુદ્રમાં ક્ષેત્ર, પર્વત વગેરે હોતા નથી. પુષ્કરાદ્ધ દ્વીપના ક્ષેત્ર, પર્વત વગેરે - ६२ पुक्खरवरदीवड्डपुरथिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- भरहे चेव, एरवए चेव ।