Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ર
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
વિવેચન :
પૂર્વ સૂત્ર નં. ૨૦માં 'સમા' શબ્દથી જે બે ભેદ કહ્યા છે તે જ બે ભેદ અહીં 'કાલ' શબ્દથી કહ્યા છે. સૂત્રોક્ત અવસર્પિણી–ઉત્સર્પિણી રૂપ બે પ્રકારના કાળ ભરત, ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ છે. મહાવિદેહ ક્ષેત્રમાં કે અકર્મભૂમિના કોઈ પણ ક્ષેત્રમાં તથાપ્રકારનું કાલ પરિવર્તન થતું નથી. તેથી ત્યાં એક જ અવસ્થિત કાળ હોય છે.
આકાશના બે ભેદ :
| ३९ दुविहे आगासे पण्णत्ते, तं जहा- लोगागासे चेव, अलोगागासे चेव ભાવાર્થ :- આકાશના બે પ્રકાર છે, યથા– (૧) લોકાકાશ (૨) અલોકાકાશ.
વિવેચન :
આકાશ દ્રવ્યના જેટલા ભાગમાં ધર્મ, અધર્મ, જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યો સ્થિત છે, જેટલું આકાશ આ પાંચે દ્રવ્યના આશ્રયરૂપ છે, તેને લોકાકાશ કહે છે અને તે લોકની બહારના આકાશ દ્રવ્યને અલોકાકાશ કહે છે.
આત્યંતર-બાહ્ય વગેરે શરીરનું નિરૂપણ :
૪૦ ખેરડ્યાળ તો સરીરના પળત્તા, તં નહીં- અન્વંતરણ દેવ, બાહિરણ્ વેવ । अब्भंतरए कम्मए, बाहिरए वेडव्विए । देवाणं वि एवं चेव भाणियव्वं ।
पुढविकाइयाणं दो सरीरगा पण्णत्ता, तं जहा- अब्भंतरए चेव, बाहिरए चेव । अब्भंतरगे कम्मए, बाहिरए ओरालिए एवं जाव वणस्सइकाइयाणं ।
बेइंदियाणं दो सरीरा पण्णत्ता, तं जहा- अब्भंतरए चेव, बाहिरए चेव । अब्भंतरए कम्मए, अट्ठिमंससोणियबद्धे बाहिरए ओरालिए । एवं जाव चउरिंदियाणं ।
पंचिंदियतिरिक्खजोणियाणं दो सरीरगा पण्णत्ता, तं जहा- अब्भंतरए चेव बाहिरए चेव । अब्भंतरए कम्मए, अट्ठिमंससोणियण्हारुधिराबद्धे बाहिरए ओरालिए । मणुस्साण वि एवं चेव ।
ભાવાર્થ :- નારકીને બે શરીર હોય છે, યથા– આજ્યંતર અને બાહ્ય. (૧) આપ્યંતર– કાર્મણશરીર (૨) બાહ્ય—વૈક્રિય શરીર. તે જ રીતે દેવોને પણ આ બે શરીર હોય છે.
પૃથ્વીકાયિક જીવોને બે શરીર હોય છે, યથા– (૧) આપ્યંતર–કાર્મણશરીર (૨) બાહ્ય–આદારિક