Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૧
|
૫
|
- पाईणं चेव, उदीणं चेव । एवं मुंडावित्तए, सिक्खावित्तए, उवट्ठावित्तए, संभुजित्तए संवासित्तए, सज्झायमुद्दिसित्तए, सज्झायं समुद्दिसित्तए, सज्झायमणुजाणित्तए, आलोइत्तए, पडिक्कमित्तए, णिदित्तए, गरहित्तए, विउट्टित्तए, विसोहित्तए, अकरणयाए अब्भुट्टित्तए अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जित्तए ।
दो दिसाओ अभिगिज्झ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण अपच्छिममारणतिय संलेहणाझूसणा झूसियाणं भत्तपाणपडियाइक्खियाणं पाओवगयाणं कालं अणवकंख- माणाणं विहरित्तए, तं जहा- पाईणं चेव, उदीणं चेव । ભાવાર્થ :- (૧) નિગ્રંથ અને નિગ્રંથીઓને પૂર્વ તથા ઉત્તર દિશાનો સ્વીકાર કરીને અર્થાતુ તે દિશામાં મુખરખાવીને શિષ્યને દીક્ષિત કરવા કહ્યું છે. (૨) તે જ રીતે પૂર્વ તથા ઉત્તરદિશા સન્મુખ મુંડિત કરવા.(૩) શિક્ષિત કરવા. (૪) મહાવ્રતોનું આરોપણ કરવું. (૫) આહારના માંડલામાં સમ્મિલિત કરવા. (૬) સંસ્તારક માંડલામાં સંવાસ કરવો. (૭) સ્વાધ્યાયનો ઉદ્દેશ કરવો. (૮) સ્વાધ્યાયનો સમુદ્દેશ કરવો. (૯) સ્વાધ્યાયની અનુજ્ઞા દેવી. (૧૦) આલોચના કરવી. (૧૧) પ્રતિક્રમણ કરવું. (૧૨) અતિચારોની નિંદા કરવી. (૧૩) ગુરુ સન્મુખ અતિચારોની ગહ કરવી. (૧૪) લાગેલા દોષોથી નિવૃત્ત થવું. (૧૫) દોષોની શુદ્ધિ કરવી. (૧૬) ફરી દોષ ન કરવા ઉદ્યત થવું. (૧૭) દોષના યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપશ્ચર્યાનો સ્વીકાર કરવો કલ્પ છે.
નિગ્રંથ અને નિગ્રંથીઓને બે દિશાઓ સન્મુખ મારણાંતિકી સંલેખનાની આરાધના પૂર્વક, ભક્તપાનના પ્રત્યાખ્યાન કરી પાદપોપગમન સંથારો કરી, મૃત્યુની આકાંક્ષા નહીં કરતાં, રહેવું કલ્પ છે. યથા– પૂર્વ અને ઉત્તર દિશા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૂર્વ તથા ઉત્તર દિશાના મહત્ત્વને પ્રગટ કર્યું છે.
પ્રાચીનકાળથી જ શુભકાર્ય પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ રાખી કરવાની પરંપરા છે. પૂર્વ દિશાથી ઉદિત થતો સૂર્ય જગતને પ્રકાશિત કરે છે. તેમ દીક્ષા આદિ સર્વ કાર્યો 'મને ઉત્તરોત્તર પ્રકાશ આપતા રહે તેવા ભાવ સાથે પૂર્વ દિશામાં મુખ રાખવાનું વિધાન છે.
ભરતક્ષેત્રથી ઉત્તર દિશામાં વિદેહક્ષેત્ર છે. આ વિદહક્ષેત્રમાં સીમંધરસ્વામી આદિ તીર્થકરો વિચરી રહ્યા છે. તેઓનું સ્મરણ મને પથ પ્રદર્શક બને તેવા ભાવ સાથે ઉત્તરદિશા તરફ મુખ રાખવાનું વિધાન છે.
જ્યોતિર્વિદ્ લોકોનું કહેવું છે કે પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ શુભકાર્ય કરવાથી શરીર અને મન ઉપર ગ્રહ, નક્ષત્ર આદિની અનુકૂળ અસર પડે છે અને દક્ષિણ યા પશ્ચિમ દિશામાં મુખ રાખીને કાર્ય કરવાથી પ્રતિકૂળ પ્રભાવ પડે છે. આ રીતે અનેક દષ્ટિકોણથી પૂર્વ તથા ઉત્તર દિશાનું મહત્ત્વ છે. તેથી