Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
સૂત્રકારે એક કાર્પણ શરીરનો જ આત્યંતર શરીર રૂપે ઉલ્લેખ કર્યો છે અથવા તૈજસ શરીરને ગૌણ કરી કાર્યણ શરીરની પ્રમુખતા સ્વીકારી છે. કાયયોગના સાત ભેદમાં પણ તૈજસ યોગ નથી. ત્યાં પણ પ્રમુખતાએ કાર્પણ કાયયોગનું જ કથન છે.
૪
બાહ્ય શરીર ઃ– તે સાકાર છે અને રૂપી છે. જીવ પ્રદેશોની સાથે કેટલાક ઉદરના પોલાણ જેવા અવયવોમાં વ્યાપ્ત થઈને રહેતું નથી, તેમજ છદ્મસ્થ જીવો તેને જોઈ શકે છે માટે ઔદારિક અને વૈક્રિય શરીરને બાહ્ય શરીર કહે છે. દેવ–નારકીને વૈક્રિય શરીર બાહ્ય શરીર રૂપે છે. મનુષ્ય, તિર્યંચોને ઔદારિક શરી૨ બાહ્ય શરીર રૂપે છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું ઔદારિક શરીર, અસ્થિ, માંસ, લોહી, સ્નાયુ અને શિરાથી યુક્ત હોય છે. પાંચ સ્થાવરનું ઔદારિક શરીર અસ્થિ, માંસાદિથી રહિત છે. ત્રણ વિક્લેન્દ્રિયનું ઔદારિક શરીર અસ્થિ, માંસ અને રુધિરથી યુક્ત છે.
વિગ્રહ ગતિ :– વિગ્રહ એટલે શરીર. નવીન સ્થૂલ શરીર ધારણ કરવા માટે જીવ એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરીને જાય, ત્યારની અંતરાલ ગતિને વિગ્રહ ગતિ કહે છે. ચોવીસે દંડકના જીવોને વિગ્રહગતિમાં તૈજસ અને કાર્યણ આ બે આત્યંતર–સૂક્ષ્મ શરીર હોય છે
ઉત્પત્તિ-નિષ્પત્તિ :– સર્વ સંસારી જીવોના શરીરની ઉત્પત્તિ અને નિષ્પત્તિનું કારણ રાગ અને દ્વેષ જ છે. રાગદ્વેષના કારણે કર્મબંધ છે અને તે કર્મ ઉદયે જીવ જન્મ-મરણને પ્રાપ્ત થાય છે. જન્મ મરણ થતાં તેના શરીરની ઉત્પત્તિ અને વિનાશની પરંપરા ચાલે છે. આ રીતે જીવની ભવ પરંપરામાં શરીરની ઉત્પત્તિ અને નિષ્પત્તિ મૌલિકરૂપે રાગ અને દ્વેષરૂપ બે સ્થાનથી જ થાય છે.
કાયાના ભેદ-પ્રભેદ :
४३ दो काया पण्णत्ता, तं जहा- तसकाए चेव, थावरकाए चेव । तसकाए दुविहे पण्णत्ते, तं जहा - भवसिद्धिए चेव, अभवसिद्धिए चेव । थावरकाए તુવિષે પળત્તે, તે નહા- મવસિદ્ધિપ્ ચેવ, અમવસિદ્ધિપ્ વેવ ।
ભાવાર્થ :- કાયના બે પ્રકાર છે, યથા– ત્રસકાય અને સ્થાવરકાય. ત્રસકાયના બે પ્રકાર છે, યથા– ભવ્યસિદ્ધિક અને અભવ્યસિદ્ધિક. સ્થાવરકાયના બે પ્રકાર છે, યથા– ભવ્યસિદ્ધિક અને અભવ્યસિદ્ધિક,
વિવેચન :
કાય :– કાય એટલે સમૂહ. ત્રસ જીવોના સમૂહને ત્રસકાય અને સ્થાવર જીવોના સમૂહને સ્થાવરકાય કહેવામાં આવે છે. આ બંને પ્રકારના જીવોમાં ભવી અને અભવી બંને હોય છે.
પૂર્વ-ઉત્તર દિશાનું મહત્ત્વ :
४४ दो दिसाओ अभिगिज्झ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पव्वावित्तए