Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૮૭]
ચાર. નોચારિત્રાચારના બે પ્રકાર છે, યથા– તપાચાર અને વીર્યાચાર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે બે ભેદ દ્વારા સાધકના જ્ઞાનાદિ પાંચ આચારનું વર્ણન છે.
આચાર - ગુણોની વૃદ્ધિ માટે જે આચરણ કરવામાં આવે તે આચાર; શાસ્ત્રવિહિત જે વ્યવહાર તે આચાર કહેવાય છે. આ શાસ્ત્ર પાંચમા સ્થાનમાં જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચાર કહ્યા છે. પ્રસ્તુત સૂત્રમાં દ્રિસ્થાનક પદ્ધતિથી તેનું કથન કર્યું છે. જ્ઞાનાચાર :- શ્રુતજ્ઞાન વિષયક આઠ પ્રકારના આચારને જ્ઞાનાચાર કહે છે. જ્ઞાનાચારથી ભિન્ન આચારને નોજ્ઞાનાચાર કહે છે.
દર્શનાચાર:- દર્શન એટલે સમ્યકત્વ; તદ્દવિષયક આઠ પ્રકારનો જે આચાર, તે દર્શનાચાર. દર્શનાચારથી ભિન્ન આચાર તે નોદર્શનાચાર.
ચારિત્રાચાર - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ યુક્ત સંયમ જીવનનું આચરણ તે ચારિત્રાચાર છે. પ્રશસ્ત મન, વચન, કાયાથી સંપન્ન રહેવું તે ચારિત્ર અને તનુરૂપ આચરણ તે ચારિત્રાચાર છે. ચારિત્રાચારથી ભિન્ન આચરણ તે નોચારિત્રાચાર છે.
તપાચાર :- બાર પ્રકારના તપનું આચરણ તે તપાચાર. વિર્યાચાર – જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેનું શક્તિ પ્રમાણે આચરણ કરવું તે વીર્યાચાર છે. પડિમાઓના બે-બે પ્રકાર :| ६ दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- समाहिपडिमा चेव, उवहाणपडिमा चेव । दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- विवेगपडिमा चेव, विउसग्गपडिमा चेव । दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- भद्दा चेव, सुभद्दा चेव । दो पडिमाओ पण्णत्ताओ,तं जहा- महाभद्दा चेव, सव्वत्तोभद्दा चेव । दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- खुड्डिया चेव मोयपडिमा, महल्लिया चेव मोयपडिमा । दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- जवमज्झा चेव चंदपडिमा, वइरमज्झा चेव चंदपडिमा । ભાવાર્થ - પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સમાધિપડિમા (ર) ઉપધાનપડિમા.
પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વિવેક પડિમા (૨) વ્યુત્સર્ગ પડિમા. પડિમાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્રા (૨) સુભદ્રા.