Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન–૧
શ્રમણ તથા શ્રમણોપાસકના વર્ણનમાં જ્યારે તેઓ સાધના જીવનના અંતે સંલેખના કરવાનો સંકલ્પ કરે ત્યારે એવું ચિંતન કરે કે— જ્યાં સુધી મારામાં ઉત્થાનાદિ છે અર્થાત્ હું હાલતી, ચાલતી, બોલતી અવસ્થામાં છું; પોતાની ક્રિયાઓ સ્વયં કરી શકું છું; મારામાં કંઈક હિંમત, ઉત્સાહ અવશેષ છે ત્યાં સુધી માટે સંલેખના– સંથારો સ્વીકાર કરી લેવો જોઈએ. આ રીતે ભિન્ન ભિન્ન પ્રસંગોના કારણે આ શબ્દોના અર્થ ભિન્ન ભિન્ન થાય છે.
જ્ઞાનાદિનું એકત્વ :
૨૦ મે ખાળે । ને વંસગે । ને ચરિત્તે ।
ભાવાર્થ:- જ્ઞાન એક છે. દર્શન એક છે. ચારિત્ર એક છે.
૧૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મોક્ષસાધક રત્નત્રયનું એકત્વ દર્શાવ્યું છે. વસ્તુ સ્વરૂપને જાણવું તે જ્ઞાન, શ્રદ્ધા તે દર્શન અને યથાર્થ આચરણ તે ચારિત્ર કહેવાય છે. મતિજ્ઞાન આદિ જ્ઞાનના અનેક પ્રકાર છે. ઉપશમ, સાયિક વગેરે સમ્યગ્દર્શનના અનેક પ્રકાર છે. સામાયિક વગેરે ચારિત્રના અનેક પ્રકાર છે. લબ્ધિની અપેક્ષાએ એક જીવમાં એક સાથે બે, ત્રણ, ચાર જ્ઞાન સંભવિત છે પરંતુ ઉપયોગની અપેક્ષાએ કોઈપણ એકનો જ ઉપયોગ સંભવે છે. તેથી તેને એક—એક કહ્યા છે અથવા જ્ઞાનત્વ, દર્શનત્વ, ચારિત્રત્વ સામાન્યની અપેક્ષાએ તેને એક કહ્યા છે, તેમ સમજવું.
ત્રણ ચરમ સૂક્ષ્મોનું એકત્વ :
२१ एगे समए । एगे पएसे एगे परमाणू । । | ભાવાર્થ :- સમય એક છે. પ્રદેશ એક છે. પરમાણુ એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્યના સૂક્ષ્મ અંશનું નિરૂપણ છે. વિશ્વમાં બે પ્રકારના પદાર્થ હોય છે. . સૂક્ષ્મ અને સ્થૂલ. સૂક્ષ્મ અને સ્થૂલ સાપેક્ષ છે પરંતુ ચરમ(અંતિમ)સૂક્ષ્મ અને ચરમ-સ્થૂલ તે બન્ને નિરપેક્ષ હોય છે. અહીં ચરમ–સૂક્ષ્મનું નિરૂપણ છે.
-
સમય :– કાળનો ચરમ, સૂક્ષ્મ ભાગ, અંશ, અંતિમ ખંડ સમય કહેવાય છે. સમય વર્તમાન એક સમય રૂપ જ છે. તેથી તેને એક કો છે.
પ્રદેશ ઃ- દ્રવ્યના નિર્વિભાગ અંશ જે સમુદાય સાથે જોડાયેલા છે તેને પ્રદેશ કહે છે. ધર્મ, અધર્મ અને એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. પુદ્ગલના અનંત પ્રદેશ છે. તે સર્વમાં પ્રદેશપણાની સમાનતા હોવાથી તેને