Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૭ પ્રાસ્તાવિકમ્ વિ.સં. ૧૯૮પના ચાતુર્માસમાં શરૂ કરેલાં શ્રી આચારાંગ સૂત્રનાં પ્રવચનો સળંગ પાંચેક મહિના સુધી ચાલ્યાં અને વિ.સં. ૧૯૮૬ના માગસર સુદ ૧૩નાં એ પ્રવચનો ઉપર અલ્પવિરામ મુકાયો અને એના સ્થાને સંઘસ્વરૂપદર્શનનાં પ્રવચનો શરૂ થયાં. વિ.સં. ૧૯૮૭ના ચાતુર્માસ પ્રવેશ બાદ ફરીથી આચારાંગનાં પ્રવચનો શરૂ થયાં હતાં. આ સાતમા ભાગની પૂર્ણાહુતિ સાથે એ પ્રથમ ચાતુર્માસનાં બધાં વ્યાખ્યાનો છપાયાં છે. આઠમા ભાગથી બીજા ચાતુર્માસનાં વ્યાખ્યાનો છપાશે. આ ભાગમાં સળંગ ૧૧થી ૧૩૫ એમ કુલ ૧૯ વ્યાખ્યાનો લેવામાં આવ્યાં છે. સમ્યગ્દર્શનના વર્ણન સાથે પ્રારંભ થયેલ આ ભાવના પ્રવચનોમાં, ધર્મસાધનાનું ધ્યેય અને માગણીનું સ્વરૂપ, ચારે ગતિના જીવોનાં દુ:ખો, કામાસક્ત જીવો દ્વારા થતી જીવહિંસા, જિનાગમની પરમપૂજ્યતા અને સર્વોપરિતા, તીર્થંકરદેવોએ દર્શાવેલ જીવદયાદિનું સ્વરૂપ, શાસ્ત્રોક્ત દૃષ્ટાંતોનો મર્મ, વિવેક અને પુરુષાર્થની જરૂર, સેવાનું સ્વરૂપ અને ગચ્છવાસની ઉપકારકતા, સાધુપણામાં સુરક્ષિતતા, જગતની મિથ્યા માન્યતા, ઉત્સર્ગ અને અપવાદનું યથાવસર આસેવન, અપવાદોના નિત્ય સેવ્ય અને અવસરે સેવ્ય જેવા પ્રકારો વગેરે બાબતોનું સુંદર શૈલીથી નિરૂપણ કર્યું છે. તદુપરાંત, શું હિંસક જીવોની હિંસા કરવાનો નિયમ હોઈ શકે ? બાળદીક્ષા કેટલી યોગ્ય છે ? સાવદ્ય પ્રવૃત્તિનો ઉપદેશ આપી શકાય ? અભિપ્રાય કોણ આપી શકે અને કોનો અભિપ્રાય મનાય ? શું સંસારીઓ વૈરાગીની પરીક્ષા કરી શકે ? આગમ અભ્યાસ કોની નિશ્રાએ અને કઈ રીતે કરાય ? માન્યતા અને આચારનો સંબંધ શો ? વગેરે પ્રશ્નોને સુદીર્ઘ પ્રવચનો દ્વારા ચર્ચા ખૂબ જ માર્મિક સમાધાનો રજુ કર્યા છે. પ્રાંત સંઘસ્વરૂપનાં વ્યાખ્યાનો શરૂ થવાનાં હોઈ સંઘ અને સંઘના નામે સ્વચ્છંદી વ્યવહારો ચલાવનારાઓ પ્રત્યે આકરી પ્રહાર કરતી ભૂમિકાવાળું અંતિમ પ્રવચન કરી આ ભાગ પૂર્ણ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 314