Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 8
________________ નફરત, ઝનૂન અને ધર્મ ઘેલછામાંથી બહાર આવીને જુદા-જુદા ધર્મોની માનવ - ઉત્થાનની ભાવનાઓનું મેઘધનુષ્ય રચવાની જરૂર છે. ધર્મના સિદ્ધાંતોને આધ્યાત્મિક રૂપાંતર કરવાની જરૂર છે. “શ્રીમદ્ ભગવદ્ગીતા'માં અશાંતિમાંથી શાંતિ અને શાંતિમાંથી પરમશાંતિની વાત કરી છે, પરંતુ આજનું શિક્ષણ તો સ્થિતપ્રજ્ઞ-યોગના બદલે અસ્થિરતા - યોગની સાધના કરે છે. ઉચ્ચ ટકાવારી, કારકીર્દિનો ઊંચો ગ્રાફ અને બાહા-પ્રાપ્તિની પાછળ સમગ્ર ચેતોવિશ્વ દોડી રહ્યું છે. આ દોડમાં જુદા-જુદા વળાંકો અને પરિવર્તનો આવે છે. એ સતત ગતિ બદલે છે અને માણસનું મન પણ એમ અનેકશઃ બદલાતું જાય છે. આવા કૉમર્શિયલાઈઝેશનના વંટોળમાં લોકરુચિના થયેલા બૂરા હાલહવાલ આપણે જોઈ રહ્યા છીએ. આ શિક્ષણે પ્રકૃતિ સાથેનો એનો તાલ ગુમાવ્યો છે. મનુષ્યજાતિ વિના પ્રકૃતિ અને પ્રાણી સુખેથી જીવી શકે એમ છે, પરંતુ પ્રાણી અને પ્રકૃતિ વિના માનવઅસ્તિત્વ ટકી શકે તેમ નથી. આવી ભયાવહ પરિસ્થિતિના ઓથાર હેઠળ જીવવા છતાં પ્રકૃતિ તરફથી ક્રૂરતા ચાલુ જ રહી છે, જ્યારે આવતી પેઢીને માટે આપણે શું રાખીશું ? વૃદ્ધ બનેલા યયાતિને એના નાના પુત્ર પુરુએ પોતાની યુવાની આપી હતી અને પોતે વૃદ્ધત્વ સ્વીકાર્યું હતું. એ રાજા યયાતિએ હજાર વર્ષ સુધી યુવાની ભોગવી હતી. આવતીકાલનો વિચાર કર્યા વિના માનવજાત આજે આવી યુવાની ભોગવી રહ્યું છે. જે આવનારી પેઢીને અસ્તિત્વના આખરી શ્વાસ જેવું વૃદ્ધત્વ આપશે. આજે દર વીસ મિનિટે આ પૃથ્વી પરથી એક પ્રાણીની જાતિ નષ્ટ થઈ રહી છે. એક સમયે દર દસ હજાર વર્ષે જે ઘટના બનતી હતી, એ આજે દર વીસ મિનિટે સર્જાય છે. માનવીય ક્રૂરતાનું આનાથી બીજું કોઈ મોટું ઉદાહરણ હશે ખરું ? આજે ઘરના કોઈ ખૂણે ચીંચીં કરીને ઊડતી અને તણખલા લાવીને માળો બાંધતી ચકલી જોવા મળે છે ખરી ? ક્યાંક થોડાં કબૂતરો એકઠાં થઈને દાણા ચણતા હોય છે, પરંતુ ઘરમાં પેસીને ફડફડ ઊડીને ઘૂઘવાટા કરતા કબૂતર જોવા મળે છે ખરા ? કાબર અને ગીધ જાણે ખોવાઈ ગયા છે અને એ જ સ્થિતિ અનેક પશુપક્ષીઓની થઈ રહી છે. હવે આપણી બાળવાર્તાઓમાંથી આ બધાની બાદબાકી કરવી પડશે અથવા તો એની ( ૧૨ ) C A આદર્શ કેળવણીનું ઉપનિષદ ઓળખ આપવા માટે બાળકોને કોઈ ‘ઝૂમાં લઈ જવાં પડશે ! પૃથ્વીના સંસાધનો લૂંટવા માટે ચંગીઝખાનની ચડાઈની જેમ આજે વિજ્ઞાપનોનો મારો ચાલે છે, જેમાં વસ્તુઓ વાપરે જ જાઓ અને મોબાઈલ પર વાત કરે જ જાઓ. - હવે ક્યાં ઋતુ પણ આપણા હાથમાં છે ! આજ સુધી ઇંગ્લેન્ડમાં એવો અનુભવ થતો કે - “સવારે વાદળાં હોય, બપોરે થોડો સૂર્ય ડોકિયાં કરે અને સાંજે વરસાદ વરસે.” આજે આપણે ભારતમાં પણ જોઈએ છીએ કે વસંતપંચમીએ વરસાદ પડે છે અને 26મી જાન્યુઆરીએ દેશની રાજધાની પલળી જાય છે. શરદ, વસંત, ગ્રીષ્મ ઋતુઓ હવે પ્રત્યક્ષ અનુભવાતી નથી, માત્ર પંચાંગમાં જ વાંચવા મળે છે. બદલાતા પર્યાવરણનો વિચાર કરવા જેવો છે. પહેલાં ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર જેવી ઘટના બને ત્યારે એના કારણરૂપે કુદરતનો કોપ' લેખવામાં આવતો હતો, પણ આજે તો વાસ્તવમાં આમાંની ઘણી ઘટનાઓનું સર્જન કુદરતી કોપને બદલે માનવીની હિંસા અને પ્રકૃતિ નાશનું પરિણામ છે. એક ગણતરી પ્રમાણે 1980માં એશિયા ખંડમાં પ્રતિવર્ષ 70 જેટલી કુદરતી આપત્તિઓની ઘટના બનતી હતી. આજે 2015માં દર વર્ષે એનાથી પાંચ ગણી કુદરતી આપત્તિઓની ઘટનાઓ બને છે. આથી સવાલ એ આવીને ઊભો છે કે - “ધરતીકંપથી ભોંયતળિયે, પુરથી પહેલે માળે, ગ્લોબલ વોર્મિગથી બીજે માળે કે પછી ધરતી પરના સાઇક્લોનથી ચોથે માળે કે દરિયાઈ જળની સુનામીથી સાતમા માળેથી આત્મહત્યા કરવી છે.” આમ શિક્ષણમાં માનવીય સંવેદનાના ગ્લોબલાઈઝેશનની સૌથી વધુ જરૂર છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ. વિશ્વસમસ્તનો વિચાર કરવાનો છે. માનવીએ પોતાની સિદ્ધિનાં યશોગાનને બદલે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એનું મહત્ત્વ છે. સિદ્ધિના ગર્વને બદલે લક્ષ્યની પારદર્શકતા આવશ્યક છે. - વર્તમાન જગતમાં નિરક્ષરતાના નિવારણની સાથોસાથ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવાં મૂલ્યોની સ્થાપના આવશ્યક છે. ગ્લોબલાઈઝેશન સાથે તત્કાળ જોડાઈ જતાં કૉમર્શિયલાઈઝેશનથી સાવચેત થવાની આદર્શ કેળવણીને ઉપનિષદ ,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 93