Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 8
________________ વચન ગૌરવ વચન પ્રભુ મહાવીરદેવે સ્થાપેલું ધર્મતીર્થ જે શ્રુતજ્ઞાનના પ્રભાવે પાંચમાં આરાના અંત સુધી જીવિત રહેવાનું છે એવા મહામહિમાવંતા શ્રુતજ્ઞાનના એક અંગ સ્વરૂપ માત્મનંવા કા–રાછા અને એની ઉપર રચાયેલાં તત્ત્વરુવિ નામના સંસ્કૃત ટીકાગ્રંથને ચતુર્વિધ સંઘના કરકમળમાં સમર્પિત કરતાં અસીમ આનંદ અનુભવીએ છીએ. આ એ ગ્રંથરાજ છે, જેની સંરચના ગુર્જરપતિ, રાજવી કુમારપાળે સ્વયં કરી છે અને એનું પરિમાર્જન કલિકાલસર્વજ્ઞ, શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પાસે કરાવ્યું છે. ઓગણપચાસ વર્ષની ઉંમરે અઢાર દેશોની રાજ્યધુરા પામીને, એ પછી છપ્પન અથવા સત્તાવન વર્ષની વયે સમ્યકત્વ સહિત શ્રાવક ધર્મના બાર વ્રતો સ્વીકારનારા રાજવીએ લગભગ સીત્તેર વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષાના વ્યાકરણનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ, લોકોત્તર દેવતત્ત્વ માટે શ્રદ્ધાનો જે મહાસાગર પોતાના હૃદયમાં હિલોળા લેતો હતો. તેને પ્રસ્તુત ડાન્સંનવા કાત્રિાછા માં પ્રવાહિત કર્યો. ઝેરનો પરિચય કરનારને અમૃતની જ્યારે કિંમત સમજાય છે ત્યારે તે અમૃતને ત્યજવા માટે પ્રાણાંતે પણ તૈયાર નથી થતો. મિથ્યા દેવતત્વની ઉપાસનામાં અડધીથી વધુ જીંદગી ખર્ચી નાંખનારા કુમારપાળ રાજવીને જ્યારે ભ્રમનિરસન થયું અને સુદેવતત્ત્વની કિંમત સમજાઇ ત્યારે સુદેવતત્ત્વ પ્રત્યે એમને જે શ્રદ્ધા ઉમટી એને શબ્દો દ્વારા વર્ણવવી સંભવિત નથી. સુદેવ અને સુગુરુ તત્ત્વ માટે પોતાના પ્રાણો ચીંછાવર કરી દેવા તેઓ હરહંમેશ તૈયાર હતાં. એમની આવી શ્રદ્ધાના પુરાવા આ કાર્નિવા દ્વા–શિવ માં ઠેર ઠેર મળે તેમ છે. આ ગ્રંથમાં રાજવીએ મિથ્યામતિ દેવોને લીંબડાના ઝાડ સાથે સરખાવ્યાં છે અને વીતરાગ ભગવંતને આમ્રવૃક્ષની ઉપમા આપી છે. ગ્રંથાંતે એમણે પોકાર્યું છે “મારે બીજું કશું જ નથી માંગવું, બસ ! જ્યાં સુધી જન્મોની પરંપરા છે ત્યાં સુધી જિનાજ્ઞાની શ્રદ્ધા મારામાં વધતી રહો !” કુમારપાળના મુખેથી પ્રગટેલું ગ્રંથનું આ અંતિમ વચન વાંચીએ છીએ ત્યારે લાગે છે કે તેઓ જિનાજ્ઞાના દીવાના હતા. આજ્ઞા નિરપેક્ષતાનો દવ આજે જ્યારે અચ્છા અચ્છા ધર્માત્માઓની જીંદગીને પોતાની લપેટમાં લઇ લેતો જોવા મળે છે ત્યારે કુમારપાળ રાજવીના આજ્ઞાના અનુરાગથી છલોછલ ભરેલાં આવા વચનો સાચે જ દિશાદર્શક બની રહે તેમ છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74