Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 16
________________ १५ आत्मनिंदाद्वात्रिंशिका களைககைககககககககககககககககககககககள் આ શ્લોકનો ભાવાર્થ : હે નાથ ! તું મોક્ષમાં ગયેલો છે છતાં ગુણના આરોપના માધ્યમે મારા નિર્મળ ચિત્તમાં સાક્ષાત હાજર છે. ઘણો દૂર રહેલો સૂર્ય પણ દર્પણમાં ઝીલાયેલાં કિરણના પ્રતિબિંબ વડે મકાનના ભોંયરાને શું અજવાળતો નથી ? | ૩ || તત્ત્વવિત્તિઃ : मुक्तिमिति । ‘हे ईश !' मम साधनापथस्वामिन् ! | ‘त्वं मुक्तिंगतोऽपि' सकलकर्मदलनिर्मूलनेनाऽऽलम्वितसिद्धाऽवस्थोऽपि, संसारात् सर्वथा निर्गतोऽपि । ‘मम साक्षादसि' अनुभवगोचरोऽसि । केन हेतुना ? ‘गुणाऽधिरोपेण' त्वदाज्ञाऽनुरागजन्येन त्वत्स्वरूपश्रद्दधानेन तादृशाऽध्यवसायविशेपेन । कुत्र ? 'विशुद्धचित्ते' दूरीकृतमिथ्यात्ववासने मद्धृदये । इयमत्र युक्तिः । 'भानुः' दिनकरः ‘दवीयानपि' योजनानां सप्तशताऽधिकाऽन्तरं दूरस्थोऽपि । 'दर्पणेऽशुसङ्गाद्' काचे किरणप्रतिविम्वपाताद् । 'गृहाऽन्तः' अवरूद्धसूर्यप्रकाशमार्गमवकरविशेपं । किं न द्योतयते' - किं न हि चकासयति ? इदमत्र हार्दम् - साऽन्धकारेऽवकरे सूर्यदर्शनहेतुर्यथा प्रतिविम्वपातस्तथाऽप्राप्तसातिशयज्ञानानां भक्तानामपि भगवत्साक्षात्कारहेतुर्जिनाज्ञाऽनुरागः । अनेनाऽऽज्ञानुरागेन चित्तशुद्धिर्भवति, शुद्धचित्ते जिनाऽनुभवद्योतिर्जायते । જ ટીકાનો ભાવાર્થ : (૧) પરમાત્મા મોક્ષમાં પહોંચી ગયાં છે અને આપણે એમના ભક્તો સંસારમાં છીએ. ભગવત્સાક્ષાત્કારની આતુરતા ભક્તમાં હોવી સંભવિત છે. પ્રસ્તુત શ્લોકમાં ભગવ સાક્ષાત્કારનો ઉપાય દર્શાવવામાં આવ્યો છે. (૨) કુમારપાળ રાજા અત્રે દાવો કરે છે મારા વિશુદ્ધ બનેલા ચિત્તમાં મે અરિહંતના ગુણોનો આરોપ કરી દીધો છે તેથી મોક્ષે ગયેલા અરિહંત પણ મારે સાક્ષાત્ છે. આમ, રાજવીએ ભગવત્સાક્ષાત્કારનો હેતુ વિશુદ્ધ ચિત્તમાં પ્રભુના ગુણોનો આરોપ છે એમ દર્શાવ્યું. (૩) ટીકામાં ‘વિશુદ્ઘત્તિ' ની વ્યાખ્યા આ રીતે થઈ છે: વિશુદ્ધ ચિત્ત તેને કહેવાય જેમાંથી મિથ્યાત્વની વાસના દૂર થઈ હોય. (૪) ભગવાનના ગુણોનો ચિત્તમાં આરોપ એટલે શું? જિનાજ્ઞાના અનુરાગ દ્વારા પેદા થયેલી જિનેશ્વરના ગુણોની શ્રદ્ધાનો અધ્યવસાય એટલે જિનના ગુણોનો ચિત્તમાં આરોપ. (૫) અરિહંતો અતિશાયી જ્ઞાન ધરાવે છે. એમનું સ્વરૂપ જોવા માટે પણ એવું જ અતિશાયી જ્ઞાન ન જોઇએ? આ પ્રશ્નનું સમાધાન આપતાં અહીં જણાવ્યું છે કે અંધારા ઓરડામાં સૂર્યનો પ્રકાશ આવતો નથી. સૂર્ય ઘણો જ દૂર છે છતાં અરિસાના માધ્યમે જેમ


Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74