Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 26
________________ २५ आत्मनिंदाद्वात्रिंशिका விளைவினைககைககககககலின் શ્લોકનો ભાવાર્થ : હે સ્વામી, જગદાધાર, કર્મસત્તાસ્વરૂપ કુંભાર મિથ્યાજ્ઞાનની યષ્ટિ વડે મને સંસારરૂપી ચક્ર પર ખૂબ ભટકાવે છે અને વિવિધ વિપત્તિઓનું ભાજન બનાવે છે. તેથી મારી રક્ષા કરો ! * तत्त्वरुचिर्वृत्तिः : संसारेति । 'कर्ममहाकुलालः' षड्जीवनिकायमनन्ताऽऽत्मसङ्घमौदयिकभावमूलासु परिणामसन्तापासु विभिन्नाऽवस्थासु स्थापयदस्ति कर्म, कुम्भकृन्मृत्तिकामिव, अतः कर्मेव महाकुलालः । 'मां' मदाऽऽत्मानं । 'संसारचक्रे' चतुरशीतिलक्षप्रमितासु जीवयोनिसु । 'कुबोधदण्डेन' मिथ्यात्ववासनया, विपरीततत्त्वपक्षपात एव मिथ्यात्ववासना । 'भ्रमयन्' पुनः पुनर्निक्षिपन् । 'दुःखप्रचयस्थभाण्डं' नरक-तिर्यग्-निगोदादिप्रोद्भूतमहाक्लेशभाजनं करोति । 'हे प्रभो !' प्रभवन्ति कर्मक्षयादेकादशाऽतिशया यस्मिन् सः । 'हे जगच्छरण्य' ! चरमावर्तिजनानां ઘર્મદેતુરૂપ ! | ‘તત:' વિપરીતતત્ત્વપક્ષપાતાત્ | માં રસ છે. ટીકાનો ભાવાર્થ : (૧) કુંભાર માટીનો પિંડ લઇને એને ચક્ર ઉપર સ્થાપે છે પછી દંડ વડે ચક્રને ઘુમાવી ઘુમાવીને માટીમાંથી જુદાં-જુદાં ભાજન તૈયાર કરે છે. કર્મસત્તા કુંભાર જેવી છે. જે છ જીવનિકાયમાં રહેલા આ સંસારના અનંતા જીવોને ઔદયિકભાવની જુદી-જુદી અવસ્થાઓમાં ભ્રમણ કરાવે છે. ઔદયિકભાવથી જન્ય થયેલી આ પ્રત્યેક અવસ્થા પરિણામે સંતાપ આપનારી પૂરવાર થાય છે. આત્મા માટી જેવો છે. ચોર્યાશી લાખ જીવાયોનિ ચક્રના સ્થાને છે. જીવાયોનિરૂપી ચક્ર પર આત્મારૂપી માટીને કર્મસત્તા નામનો કુંભાર સ્થાપે છે, એ પછી મિથ્યાજ્ઞાનના દંડ વડે આત્માને ત્યાં ખૂબ રખડાવે છે. સરવાળે નરક, નિગોદ અને તિર્યંચગતિ વિગેરેના રૌરવ દુઃખો જ્યાં રહેલાં છે તેવી દુર્ગતિઓનું ભાજન આત્મા બનતો જાય છે. આ એક ખૂબ બોધક રૂપક છે. (૨) ચક્રને ભમાવવા માટે દંડની પહેલી જરૂર પડે છે તેમ આત્માના સંસારભ્રમણમાં પ્રધાન ભૂમિકા કુબોધની છે માટે કુબોધને ઉપરોક્ત રૂપકમાં દંડની ઉપમા આપવામાં આવી છે. ક્રોધ ની વ્યાખ્યા “મિથ્યાત્વની વાસના' એવી અત્રે કરવામાં આવી છે. ઉમેરાયું છે, વિપરીતતત્ત્વનો પક્ષપાત એટલે જ મિથ્યાત્વની વાસના. (૩) ઇમુ શબ્દની વ્યુત્પત્તિ કરતાં અત્રે કહેવાયું છે, ઘાતકર્મના ક્ષયથી અગ્યાર અતિશયો જેમનામાં પ્રગટ્યાં છે તે પ્રભુ છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74