________________
आत्मनिंदाद्वात्रिंशिका အာာာာာ
३१
* શ્લોકનો ભાવાર્થ :
હે દેવાધિદેવ ! તારા ચરણકમળની કૃપાથી આટલી કક્ષા સુધી હું પહોંચ્યો છું. તો પણ કામાદિ દોષો મને બળાત્કારે પણ અનુચિત પ્રવૃત્તિઓમાં ધકેલે છે. | ૧૧ |
* તત્ત્વવિવૃત્તિ: :
एतावतीमिति । ‘हे अधीश !’ सकलसुराऽसुरसेवाग्रहणाऽधिकारिन् ! | अहं त्वदङ्घ्रिपद्मप्रसादाद्’ तवचरणकमलाऽऽसेवनेन परमार्थतः पूर्वस्मिन् जयताकभवे स्वद्रव्यकृतजिनभक्त्यैवाऽर्थाद् भक्त्योपार्जितस्य कुशलपुन्यस्योदयेनैव । ' एतावतीं भूमिं ' सद्गुरु-सदधर्मप्राप्त्यादिकं राज्यादिसम्पदाञ्च । ‘તવાન્’ પ્રાપ્તવાનસ્મિ ।
'ही' खेददर्शकाऽव्ययपदम् । 'तदपि ' सत्यामपि पूर्वोक्तायां कुशलपुन्यप्राप्तसामग्यां । 'स्मराद्याः पापाः' कामाऽभिलाषास्तत्सहभाविनश्चाऽन्ये दोषाः । 'मां' मदात्मानं । 'अकार्येषु' व्रतविपरीतપ્રવૃત્તિષુ । ‘ટેન’ વળાત્કારેળ । ‘નિયોગન્તિ’ પરિવન્તિ ।
* ટીકાનો ભાવાર્થ:
(૧) તીર્થંકર માટે આ શ્લોકમાં અધીશ શબ્દ પ્રયોજાયેલો છે. અધીશ શબ્દની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છે : સકળ સુરો અને અસુરોની સેવા સ્વીકારવાનો અધિકાર જેમને પ્રાપ્ત થયેલો છે તે ધીશ છે.
(૨) કુમારપાળ રાજાએ અહીં ‘ત્વજ્ઞપદ્મપ્રભાવાર્ તાવતી મૂમિમ, મતવાન્' આપના ચરણકમળની સેવાથી હું આટલી કક્ષાએ પહોંચ્યું છું એવો એકરાર કર્યો છે. ઉપરોક્ત પદનો વિસ્તૃત અર્થ આ રીતનો છે,
પૂર્વ જન્મમાં કુમારપાળનો આત્મા જયતાક નામનો લૂંટારું હતો. પાપના માઠાં ફળો એ જ ભવમાં આંશિક રીતે એને અનુભવવા પડ્યાં. એથી કંઇક શાંત થયેલા તેણે જૈન શ્રેષ્ઠીના ઘરે નોકરી સ્વીકારી. શેઠની જિનભક્તિ જોઇને જિનરાજ પ્રત્યે જયતાકને પણ બહુમાન પ્રગટ્યું. તેણે અત્યંત દરિદ્ર અવસ્થામાં પણ પોતાની પાંચકોડી દ્વારા અઢાર ફૂલ ખરીદીને સ્વદ્રવ્યથી જિનપૂજા કરી. પૂર્વજન્મમાં કરેલી સ્વદ્રવ્યકૃત જિનપૂજા અહીં ત્વવદ્ધિપદ્મપ્રસાવાર્ પદ દ્વારા ઈંગિત થયેલી છે.
પૂર્વજન્મમાં કરેલી જિનપૂજાના પ્રભાવે કુમારપાળે ત્યારે કુશળ પુન્ય=પુન્યાનુબંધી પુન્ય બાંધેલું. જેનો ઉદય કુમારપાળના ભવમાં થયો. ફલતઃ રાજ્ય સંપદા મળી. સદ્ગુરુ અને સદ્ધર્મ મળ્યાં. કુશળપુન્યથી મળેલી આ બધી સામગ્રી તાવતાં ભૂમિમ્ પદ દ્વારા સૂચિત થયેલી છે.
(૩) રાઘા પદમાં અત્રે કામ અને કામના સહભાવી દોષો દા.ત. કૌતુક, ભય, અધૈર્ય, હાસ્ય ઇત્યાદિકનો સ્વીકાર કરવામાં આવે છે.