________________
૬૭
आत्मनिंदाद्वात्रिंशिका ககைகககககககைைககைககககககககககைைககள் प्रायो मिथ्यात्विनो भासन्ते तत एतादृशानामप्यत्र निपातः । 'कथञ्चनाऽपि' युक्तिशतैरपि । 'मुक्तिं न ददते' संसारक्षयं नाऽर्पयन्ति ।। ૪ ટીકાનો ભાવાર્થ : (૧) વૃક્ષ જો લીંબડાનું છે તો તેની પર આમ્રફળ કદીય નથી પાંગરી શકતાં. ભલે એ વૃક્ષ
લાંબા સમય સુધી પુષ્પરાવર્ત મેઘની અવિચ્છિન્ન ધારાઓ વડે સીંચાયું હોય કે પછી દેવોના અમૃતજળ વડે પ્લાવિત બનેલું હોય.
બેશક ! આ જ સ્થિતિ કુતીર્થિક દેવોની છે. કુતીર્થિક દેવોની ભક્તિ ગમે તેવી ઉત્કટતાથી, સંપૂર્ણ વિધિ સહિત અને શ્રદ્ધાના આવેગપૂર્વક કરો તો પણ ત્રણ કાળમાં
મોક્ષ મળે તેમ નથી. (૨) ચિ: પરથી મજ્જા=શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ ભક્તિ વડે. આ પદની વ્યાખ્યામાં લખાયું છે
કે શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ ભક્તિ એટલે પૂર્વજન્મોમાં અને પૂર્વકાળમાં નહિ અનુભવેલાં ઉત્કટ
અધ્યવસાયપૂર્વકની ભક્તિ. (૩) અજ્ઞાન જૈનો જેમને આજે પૂજે છે તેવા ઘંટાકર્ણ દેવ તેમજ નાકોડાભૈરવ, ક્ષેત્રપાળભૈરવ
વિગેરે ભૈરવદેવો પણ પ્રાયઃ મિથ્યાત્વી છે એવો મત પ્રસ્તુત શ્લોકની ટીકામાં રજૂ થયો છે. સાથે કથન થયું છે, મિથ્યાત્વી દેવાના લક્ષણો આ ઘંટાકર્ણ-ભૈરવ વિગેરે દેવોમાં
લગભગ ઘટે છે માટે તેમને પણ કુતીર્થિક દેવી તરીકે અમે સ્થાપિત કરીએ છીએ. (૪) નિનેન્દ્ર એટલે પ્રથમ પરમેષ્ઠી. કારણ? જેટલા ઝિન છે તે સહુ પ્રથમ પરમેષ્ઠી નથી હોતાં
જયારે પ્રથમ પરમેષ્ઠી જે હોય છે તેઓ અવશ્ય નિનેન્દ્ર છે.
આ વેતરણ :
निर्गुणस्याऽप्युद्धरणे हेतुमाह- ભાવાર્થ : ગુણહીનને પણ શા માટે ઉદ્ધરવો જોઈએ તેનું કારણ હવે પછીની ગાથામાં કહેવાયું છે. भवजलनिधिमध्यानाथ ! निस्तारकार्यः, शिवनगरकुटुम्बी निर्गुणोऽपि त्वयाऽहम् । न हि गुणमगुणं वा आश्रितानां महान्तोनिरूपमकरूणाऽऽर्द्राः सर्वथा चिन्तयन्ति ।। ३२ ॥