Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 70
________________ आत्मनिंदाद्वात्रिंशिका ६९ வில்லிலிலிலிலிலிலிலியோவிலேயே ટીકાનો ભાવાર્થ : (૧) તીર્થંકરદેવો ચતુર્વિધ સંઘના સ્વામી છે માટે આપણા સહુના નાથ છે. | (૨) આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વશ થયેલું મન એ જ અંતરંગ સંસાર છે. દુર્ગાન સ્વરુપ આ અંતરંગ સંસાર, સાગરો અને મહાસાગરોથી વધુ અગાધ છે. જયારે ધર્મધ્યાન અને શુક્લધ્યાનના માર્ગે ચઢેલું મન એ સંસારસાગરથી આત્માનો નિસ્તાર છે. અહીં ભવનનનિધિધ્યાન્સિસ્તારછાઈ: પદની વ્યાખ્યામાં ટીકા એવું કહે છે કે નાથ ! સંસાર સાગરથી મારો વિસ્તાર કરો. મતલબ, દુર્ગાનમાંથી ઉગારી લઈ શુભધ્યાનમાં મને સ્થાપિત કરો. (૩) હું નિર્જુન ગુણહીન છું આ પદનું તાત્પર્ય એ છે કે પહેલી વાત, મારો આત્મા ક્ષાયિકભાવને હજી સ્પર્શી શક્યો નથી. બીજી વાત, ક્ષાયોપથમિક ભાવ પણ વારંવાર શિથિલ બની જાય છે અને ત્રીજી વાત, ઉક્ત સ્થિતિને કારણે ધર્મમાર્ગ મળવા છતાં હું ફરી ફરીને ઔદયિકભાવમાં ડૂબકી લગાવી દઉં છું. આમ, ક્ષાયિકભાવના અભાવને કારણે તેમજ ક્ષાયોપશિમિક ભાવની મંદતાના કારણે ઔદયિક ભાવની પ્રબળતા થઈ જતી હોવાથી હું ગુણહીન છું તેવું પ્રભુ સમક્ષ કરેલું કથન ઉચિત જ છે. ગુણવિહીનતાનો અર્થ અહીં ગુણની અત્યંત મંદતા થયો છે. (૪) આજે નહિ તો કાલે પણ મને મોક્ષ મળશે. મોક્ષમાં હે નાથ ! તારા જેવા જ ગુણોનો ધારક હું બનીશ તેથી ત્યારે તારો સાધર્મિક થઇ જઇશ. નાથ, ભવિષ્યના આ સંબંધનો વિચાર કરીને મને સંસારથી ઉદ્ધરી લ્યો. ' (૫) પ્રભુ! હું નિર્ગુણ છું છતાં મને તારો. કેમકે ગુણહીન આત્માને તારવામાં વ્યવહારનયની દૃષ્ટિથી પણ કોઈ દોષ નથી. જગતનો એ શિષ્ટ વ્યવહાર છે કે મહાપુરુષો પોતાના શરણે રહેલાંના ગુણ-દોષનો દરેક મુદ્દે વિચાર નથી કરતાં. તેમની પર કરુણા ધારણ કરે છે. પરાર્થકરણ કરતી વખતે સામું પાત્ર ગુણી છે કે અવગુણી તેનો ભેદ વારંવાર વિચારવાનો હોતો નથી. છે વિતરણા : जिनाज्ञाऽनुरागवृद्धिं परां प्रार्थयन्नाहભાવાર્થ : એકમાત્ર જિનાજ્ઞાના પ્રેમ ાર્થના છેલ્લી ગાથામાં કરવામાં આવશે.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74