________________
५२
'तत्वरुचि' टीकया परिमंडिता -----
* ટીકાનો ભાવાર્થ :
(૧) મારા દેવ એકમાત્ર અરિહંત છે અને મારો ધર્મ જે અરિહંતે ભાખ્યો છે તે જ છે. આવી વાર=જકાર પૂર્વકની પ્રતિજ્ઞા પ્રસ્તુત શ્લોકમાં મહારાજાએ કરી છે. વાર=જકાર અનેકાંતવાદને સંમત છે કે નહિ ? એની ટૂંકી ચર્ચા ટીકામાં પ્રસ્તુત થઇ છે.
જ્યાં જ્યાં વાર=જકારનો પ્રયોગ દૃષ્ટિગોચર બને છે ત્યાં-ત્યાં અનેકાંતવાદનું ખંડન માની લેવાની જરૂર નથી. અનેકાંતનું ખંડન વાર માં નથી, પરંતુ વિકલ્પના (અપેક્ષાઓના) અસ્વીકારમાં છે. જેઓ વાર=જકારનો પ્રયોગ થાય જ નહિ તેમ સમજી બેઠા છે તેઓ અનેકાંતવાદથી હજી અપરિચિત છે. જૈનશાસનમાં યથાસ્થાને વાર=જકારનો સ્વીકાર થયેલો છે.
(૨) દેવ તેને કહેવાય જે આપણી શ્રદ્ધા અને પૂજાનું પાત્ર છે. આપણું મનોગત જ્યાં આપણે રજૂ કરી શકીએ છીએ. જે આપ્ત છે.
(૩) શ્રદ્ધાનો જે હેતુ છે તે દેવ છે અને ક્રિયાનો જે હેતુ છે તે ધર્મ છે. ધર્મઃ ચિાહેતુઃ । આવો ધર્મ એટલે સમવસરણમાં વિરાજેલા અરિહંતે કહેલો ધર્મ.
(૪) વીતરાગ ક્યાંય પક્ષપાત રાખતા નથી. કોઇનીય ઉપેક્ષા કરતાં નથી કે કોઇનેય પ્રીતિ કરતાં નથી તો પછી વીતરાગને તમે મારી ઉપેક્ષા કરી નહિ એવું કહેવું અસંગત નથી ? શિષ્યે પ્રશ્ન કર્યો છે. ઉત્તર ઃ ના. અસંગત નથી. એનું કારણ સાંભળો. આ એક પ્રકારની પ્રાર્થના પદ્ધતિ છે. એવી પદ્ધતિ જેના થકી વીતરાગ પ્રત્યેનો આપણો પ્રશસ્તરાગ વૃદ્ધિ પામે છે. પ્રશસ્તરાગની વૃદ્ધિ જેમ જેમ અરિહંત પ્રત્યે થશે તેમ તેમ તેમની કૃપા ઝીલવાની યોગ્યતા આપણામાં વિકસતી જશે. યોગ્યતાનો વિકાસ ગુણ વિકાસની તક ઉભી કરશે અને ગુણનો વિકાસ કલ્યાણની પરંપરાનું પ્રદાન કરશે.
* અવતળિા :
कामादयोदोषास्त्वत्संबन्धिनं रोपं मयि वर्पयन्तीत्यावेदयन्नाह
* ભાવાર્થ :
કામાદિ દોષો વીતરાગ પ્રત્યેનો રોષ મારી ઉપર ઠાલવી રહ્યાં છે એવું આવેદન હવેની ગાથામાં થયું છે.
जिता जिताशेष-सुराऽसुराद्याः कामादयः कामममी त्वयेश !
त्वां प्रत्यशक्तास्तव सेवकं तु, निघ्नन्ति ही मां परुषं रुषैव ।। २३ ।।