________________
५०
'तत्वरुचि' टीकया परिमंडिता க்கு
અધિકારભાવનાને હટાવવી પડે. આથી જ સ્વવેદંડપિ મમત્વવૃદ્ધિ હિત્વા ની વ્યાખ્યા ‘શરીર પ્રત્યેની અધિકારભાવના ત્યાગીને' એવી અત્રે કરી છે.
અહીં પિ શબ્દનો પ્રયોગ સૂચક છે. શરીર પ્રત્યે પણ એવું જે કહ્યું એનો અર્થ એ થયો કે શરીર સિવાયના પુત્ર, કલત્ર, ધન, ધાન્ય વિગેરે પરિગ્રહના જેટલાં વિષય છે તે સહુમાં પણ મમત્વની બુદ્ધિ ત્યાગી દેવાની છે. મમત્વબુદ્ધિ એટલે ‘આ મારું છે, અન્યનું નહિ' એવી અધિકારભાવના.
(૨) વૈરાગ્યને જો સ્થિર કરવો હોય તો હેય શું છે અને ઉપાદેય શું છે એનો ડગલે ને પગલે નિર્ણય કરી શકે તેવી બુદ્ધિ જોઇએ. હેય અને ઉપાદેયનો નિર્ણય કરનારી આ પ્રકારની બુદ્ધિ એટલે સાચી વિવેકબુદ્ધિ. આવી વિવેકબુદ્ધિ ત્યારે જ પ્રગટ થાય જ્યારે દર્શન મોહનીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થયો હોય.
વિવેકબુદ્ધિ સમ્યગ્દર્શન દ્વારા પેદા થાય છે અને વૈરાગ્યની સ્થિરતાને પેદા કરે છે. (૩) સ્વજન વિગેરે પરપદાર્થોનો ત્યાગ કરવો એનું નામ સ્વજનધૂનન. આવું સ્વજનધૂનન કરવા જેવું છે એમ માનવું અને આ મંતવ્યનું આચરણ પણ કરવું એનું નામ મુત્તન્ચિસંગઃ અવસ્થા.
(૪) નિષ્પક્ષપરિણામ એટલે જ સાચી સમાનતાની ભાવના. જે દુશ્મન અને મિત્ર ઉ૫૨ હોવી જોઇએ.
(૫) ઉપરોક્ત ચારે મુદ્દાઓની વિચારણા શ્લોકમાં થઇ છે અને આ ચાર કાર્યો કર્યા પછી સંયમ સ્વીકા૨વાની ઇચ્છા કવિએ પ્રગટ કરી છે. જેની ટૂંકી નોંધ નીચે મુજબ છે– A– શરીર અને અન્ય તમામ પદાર્થો પ્રત્યેની અધિકારભાવનાનો ત્યાગ. B- સમ્યક્ત્વ વડે પેદા થયેલી હેય અને ઉપાદેયનો નિર્ણય કરતી વિવેકી પ્રજ્ઞા. C– સ્વજનધૂનન.
D– નિષ્પક્ષ પરિણામ... અને એ પછી સંયમ સ્વીકાર.
* अवतरणिका :
आत्मीयोsहं नोपेक्ष्यश्चेति संवेदयन्नाह -
* ભાવાર્થ :
હું અરિહંતનો આત્મીય છું અને ઉપેક્ષાને લાયક નથી એવી સંવેદના હવેની ગાથામાં રજૂ થઇ છે.