Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 29
________________ २८ 'तत्वरुचि' टीकया परिमंडिता (૨) બીજા નંબરે આજ્ઞાપાલન દ્વારા તત્ત્વપ્રાપ્તિનો મનોરથ વ્યક્ત થયો છે. સાધુધર્મની સફળતા આગમાભ્યાસ દ્વારા થાય છે અને આ આગમાભ્યાસ વડે વિશિષ્ટ તત્ત્વપ્રાપ્તિ સંભવે છે માટે બીજા મનોરથ દ્વારા આગમ અધ્યયન ઇચ્છાયેલું છે. (૩) ત્રીજા નંબરે અપેક્ષારહિત અવસ્થાનો મનોરથ છે. આગમના બોધનું એ ફળ છે, અતિચારના ત્યાગનો પરિણામ પ્રગટે. આ પરિણામ આત્માને નિસ્પૃહતા તરફ લઇ જાય છે. માટે ત્રીજા મનોરથ દ્વારા નિઃસ્પૃહ પરિણામ પણ પ્રાર્થો છે. (૪) ચોથા નંબરે આત્મરમણતાનો મનોરથ પ્રગટ કર્યો છે. ત્રીજા નંબરે જે નિઃસ્પૃહ પરિણામ મેળવ્યો છે તેના ફળરૂપે અધ્યાત્મ આવ્યા વિના રહેતું નથી. અધ્યાત્મ કહો કે આત્મરમણતા, બંને એકાર્થક છે માટે ચોથા મનોરથમાં અધ્યાત્મની પ્રાર્થના સમાયેલી છે. (૫) પાંચમા નંબરે મોક્ષની પણ અનિચ્છાનો મનોરથ છે. અહિં અનિચ્છાનું તાત્પર્ય દ્વેષ નથી, પરંતુ ઉત્કંઠાનો અભાવ છે. આ સ્થિતિ અધ્યાત્મની સતત સાધનાના પરિપાકરૂપે પ્રગટે છે. જેને સાતમા ગુણસ્થાનકે આવનારું અપ્રમત્ત સંયમ કહેવાય. અહીં ભવનો રાગ નથી તેમ મોક્ષનો પણ રાગ નથી. પુદ્ગલઘટના પ્રત્યે માત્ર સાક્ષીભાવ છે. આવું અપ્રમત્ત સંયમ=સાતમું ગુણસ્થાનક, આ પાંચમા મનોરથ દ્વારા ઇચ્છાયેલું છે. * અવતળિા : लोलपरिणामं निगृह्य परब्रह्मरतये मनोरथयन्नाह - * ભાવાર્થ : ચંચળ ચિત્તનો નિગ્રહ કરીને પરબ્રહ્મની પ્રીતિનો મનોરથ હવેની ગાથામાં રજૂ થયો છે. तव त्रियामापतिकान्तिकान्ते-र्गुणैर्नियम्याऽऽत्ममनः प्लवङ्गम् । कदा त्वदाज्ञाऽमृतपानलोलः स्वामिन् ! परब्रह्मरतिं करिष्ये ? ।। १० ।। * અન્વય : हे स्वामिन् ! तव त्रियामापतिकान्तिकान्तैर्गुणैरात्ममनःप्लवङ्गं नियम्य त्वदाज्ञामृतपानलोलः परब्रहारतिं कदा करिष्ये ॥ * શબ્દાર્થ : ♦ સ્વામિન્!=નાયક ! ♦ ત્રિયામાપતિ=ચંદ્રમા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74