________________
आत्मनिंदाद्वात्रिंशिका கங்கு
૧૭
அங்ங்க்ளுகன்
* તત્ત્વવિવૃત્તિ: :
तवेति । ‘तव स्तवेन' द्रव्यतः पुष्पाऽऽदि स्वद्रव्याऽर्जितं यथाशक्ति विधिना समर्पणेन भावतश्च त्वदाज्ञाऽऽराधनेन । एतदत्र प्रासङ्गिकम् - गणधरैर्गृहिभ्यो जिनपूजा नित्यकर्तव्यरूपोद्दिष्टा, उक्तं 'मन्हजिणाणं' सूत्रे, जिणपूआ जिणथूणणं, इयं च जिनपूजा गृहिभिः स्वद्रव्येणैव कार्या, न परद्रव्येण देवद्रव्येण वा । स्वकर्तव्यसेवनहेतावपि परद्रव्येण देवद्रव्येण वा जिनोत्तमं पूजयन् यथास्थानं मुधाप्रशंसादेवद्रव्यभक्षणादिदोषलाभेन भववृद्धिमाप्नोति । प्रस्तुतमनुसन्धानयति । 'अङ्गभाजां' देहधारिणां परमार्थतः सम्यक्त्वं देशविरतिं सर्वविरतिं वाऽऽराधयतां । 'जन्माऽर्जितपातकानि' चतुरशीतिलक्षप्रमीतासु जीवयोनिषु भ्रमणेन आत्मसात् कृताः सावद्यसंस्काराः । 'क्षयं' आत्मनः परिभ्रंशनं । 'भजन्ति' પ્રાપ્નોતિ । અત્રેવં યુત્તિ: । ‘ઘણ્ડવે:’ પ્રીબસન્ધિનઃ સૂર્યસ્ય સતિ । ‘મરીવિસ્તોમે’ વિરવિસ્તારે । ‘તમાંત્તિ’ અન્યબારા: I‘વિષ્વિર’યિત્ વ્હાલાઽધિ ।‘સ્થિતિ’ અસ્તિત્વમ્ ।‘વન્તિ’ ધન્તિ ? । तात्पर्यमिदम् - सति सूर्यप्रकाशे न तमसां प्रभावस्तथा जिनस्तवे नाऽशुभपरिणामस्य प्रभावो - वलवान् भवति ।
* ટીકાનો ભાવાર્થ :
(૧) પુષ્પ-કેસર વિગેરે દ્રવ્યો સ્વદ્રવ્ય વડે એકઠાં કરીને વિધિપૂર્વક પ્રભુને અર્પણ ક૨વા તે દ્રવ્યસ્તવ છે. આજ્ઞાનું પાલન કરવું તે ભાવસ્તવ છે.
(૨) જિનપૂજા ગૃહસ્થનું નિત્ય કર્તવ્ય છે. ગણધરોનું આ વચન છે. મનિાં સૂત્રનું નિળપૂઞા પદ એનું સાક્ષી છે. આવી જિનપૂજા ગૃહસ્થે સ્વદ્રવ્ય વડે જ કરવી જોઇએ. પરદ્રવ્યથી કે પછી દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની નથી.
પોતાના કર્તવ્યના પાલનરૂપે કરાતી જિનપૂજા જે પરદ્રવ્ય અથવા દેવદ્રવ્ય વડે કરે છે તેને પ્રસંગાનુસાર મુધાપ્રશંસા-દેવદ્રવ્ય ભક્ષણ વિગેરે દોષો લાગે છે અને એથી તેના સંસારની વૃદ્ધિ થાય છે.
તવ સ્તવેન પદની ચર્ચામાં પ્રાસંગિક ચર્ચા તરીકે અહીં ઉપરોક્ત વિવરણ થયું છે. (૩) જનસ્તવન વડે જન્મ-જન્માંતરોના પાપ ખપે છે તે સાચું છે પરંતુ આ વચનનો ૫રમાર્થ એ છે કે સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિનો જેમણે ભૂમિકાનુસાર સ્વીકાર કર્યો છે તેમના પૂર્વસંચિત પાપો ખપે છે. પાપો ખપે છે એટલે કે પૂર્વજન્મોના પાપસેવનના સંસ્કારો આત્માથી વેગળા થતાં ચાલે છે.
|
(૪) પાપક્ષયનું તાત્પર્ય અશુભપરિણામોનો ક્ષય છે. સૂર્યપ્રકાશ જ્યાં હોય છે ત્યાં અંધકારનો પ્રભાવ નથી ટકતો તેમ વીતરાગનો સાચો દ્રવ્યસ્તવ અથવા ભાવસ્તવ જ્યાં છે ત્યાં અશુભ પરિણામોનો પ્રભાવ નથી ટકતો.