________________
आत्मनिंदाद्वात्रिंशिका
d
* શ્લોકનો ભાવાર્થ :
१३
હે ભગવન્ ! રાગરહિત અને કૃતાર્થ એવા આપને હું નિવેદન કરું છું કે હું મૂઢ છું. પરમાત્માનું ઉચિત સ્વરૂપ પ્રરૂપવા માટે (અમારા જેવો) યાચક વર્ગ સમર્થ નથી. ॥ ૨ ॥
* તત્ત્વવિવૃત્તિ: :
मूढ इति । ‘त्वां’ भगवन्तं । कीदृशं ? 'अपेतरागं' मोहवीजसमुच्छेदकरं यथाऽऽख्यातचारित्रस्योद्गताऽवस्थं । पुनः कथंभूतं ? ' कृतार्थं' स्व-परोपकारप्रवृत्तेः सर्वोत्कृष्टफलं तीर्थकरत्वं तदाप्तवन्तम् । ईदृशं त्वां ‘विज्ञपयामि’ विमर्शपूर्वकं निवेदयामि यद् । ‘अहं मूढोऽस्मि' जिनागमाऽवगमविरहितोऽहमस्मि, अगीतार्थोऽस्मि, गृहिधर्मिणां श्रावकाणामागमपठनाऽनधिकारत्वेन गृहीतदेशविरतेरपि भूपतेस्तथाविधं मूढत्वनिवेदनं सुसङ्गतम् । परमार्थतो यावदगीतार्थता तावन्मूढतासंभव एव । 'प्रभूणां' आप्तानांप्रथमपरमेष्ठिनां । ‘उचितस्वरूपनिरूपणाय' शब्दाऽतीतगुणसम्पदो यथान्याय्यं व्याख्यानाय । ‘अर्थिवर्गः’ प्रार्थितमोक्षपुरुषार्थाऽधिकारो भक्तपरिवारः । न हि क्षमते' न हि प्रभू-भूवति । इदम भावनाभगवतोऽन्तरङ्गमैश्वर्यमनन्तगुणात्मकमक्रमञ्च, वाचा तु सक्रमा सान्ता, कथं वाग्भिर्वचनातीतस्य वीतरागस्वरूपस्य प्रकाशनं शक्यते ? यदपि प्रकाशिष्यतेऽल्पमेवेति कविश्चिन्तयति । * ટીકાનો ભાવાર્થ :
(૧) તીર્થંકર દેવો ‘અર્પતરાન' રાગ વિનાના છે એવું વિશેષણ શ્લોકમાં પ્રયોજાયું છે. આ વિશેષણની વ્યાખ્યા ટીકામાં આ રીતે થઇ છે ઃ રાગ ત્યારે દૂર થાય જ્યારે મોહનું બીજ ઉચ્છેદ પામે. મોહના બીજનો ઉચ્છેદ તો થાય જો યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય. પ્રભુએ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ કરીને મોહના બીજ સમાન રાગનો ઉચ્છેદ કર્યો છે માટે તેઓ પેતરાળ છે.
(૨) કૃતાર્થ વિશેષણની વ્યાખ્યા ટીકામાં આ પ્રકારે વિસ્તરી છે : સ્વ અને પરના ઉપકારની પ્રવૃત્તિ એ અર્થ છે અને આ પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટતમ ફળ ભાવતીર્થંકરપણાની પ્રાપ્તિ છે. ભગવાને ઉપરોક્ત બન્નેય પ્રકારની ઉપકારની ક્રિયા કરી છે અને તેનું સર્વોત્તમ ફળ મેળવ્યું છે માટે તેઓ કૃતાર્થ છે.
(૩) કુમારપાળ રાજા શ્રાવક છે છતાં પોતાને મૂઢ કહે છે. આ મૂઢ પદનું અર્થઘટન ટીકામાં આ રીતે કરવામાં આવ્યું છે : શ્રાવકોને આગમ પઠન-વાંચનનો અધિકાર ન હોવાથી તેમને જિનાગમના સબળ બોધનો વિરહ છે. એથી તેઓ અગીતાર્થ છે. પરમાર્થ તો એ છે, જ્યાં સુધી અગીતાર્થતા છે ત્યાં સુધી મૂઢતાનો સંભવ છે જ.
(૪) ર્થિવń એટલે પ્રભુ પાસે યાચના કરનાર. આ શબ્દની વ્યાખ્યા અત્રે ‘જેમને મોક્ષપુરુષાર્થનો અધિકાર મેળવવાની ઇચ્છા છે એવો ભક્ત પરિવાર' એવી કરવામાં આવી છે.