Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 6
________________ શ્રાવિક અનન્તોપકારી શ્રી અરિહંત પરમાત્માએ આ સંસારને દુઃખમય દુઃખફલક અને દુઃખાનુબંધી વર્ણવીને તેનાથી મુક્ત થવા માટેનો ઉપાય બતાવીને આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. | અત્યાર સુધી અનંતાનંત કાલ ગયો. એ દરમ્યાન અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓ થઇ ગયાં. તેઓશ્રીના પરમતારક અનુગ્રહને ઝીલીને આજ સુધીમાં અનંતાનંત આત્માઓ આ સંસારથી મુક્ત બની અનંતસુખના ધામ સ્વરૂપ સિદ્ધિગતિને પામ્યાં છે. આ વસ્તુને જાણ્યા પછી પણ આપણને અનંતજ્ઞાનીઓએ કરેલાં અનુગ્રહને ઝીલવાનો ઉત્સાહ પ્રાપ્ત થતો નથી. ખૂબ જ વિષમ સ્થિતિ છે. - આ સ્થિતિનો અંત લાવવા માટે પરમતારક શ્રી તીર્થંકર દેવની ઉપાસના એક અભૂત અને અપ્રતિમ સમર્થ સાધન છે. આ ઉપાસના પણ અનેક પ્રકારની છે. તેઓશ્રીની પરમતારક આજ્ઞાનુસાર સર્વવિરતિ ધર્મની આરાધના સ્વરૂપ ઉપાસના સર્વશ્રેષ્ઠ છે. એને કરવાની શક્તિના અભાવમાં એકમાત્ર એ પ્રાપ્ત કરવાના લક્ષ્યથી પરમાત્માના દર્શનાદિ સ્વરૂપ પરમાત્માની ઉપાસના કરાય છે. આવા પ્રકારની ઉપાસનામાંની જ એક ઉપાસના પરમાત્માની સ્તુતિ સ્વરૂપે પ્રસિદ્ધ છે. સકલ દોષથી રહિત અને સકલ ગુણોથી પરિપૂર્ણ એવા પરમાત્મા સ્તવનીય છે. પરમાત્માની સ્તવના કરવાની પ્રબળ ભાવના હોવા છતાં આપણી પાસે એવા શબ્દો હોતા નથી. તેથી આપણે આપણા ભાવોને સ્તવના દ્વારા પ્રગટ કરી શકતા નથી. પરંતુ આપણા સદ્ભાગ્યે શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસનના અનુરાગી મહાપુરુષોએ રચેલી સ્તવનાના અનુકરણથી આપણે સ્તવના કરી શકીએ છીએ. અનેકાનેક મહાપુરુષોએ અનેક સ્તવનાઓની રચના કરી આપણી ઉપર અનુગ્રહ કર્યો છે. - એ સ્તવનાના વિશાલ સમુદાયમાં પરમાત કુમારપાલ મહારાજાએ રચેલી આત્મનિંદા ગર્ભિત પરમાત્મસ્તવના આ પુસ્તક દ્વારા પ્રકાશિત કરાય છે. સ્તવનાકાર મહારાજાનો વૃતાંત સુપ્રસિદ્ધ છે. જીવનના છેલ્લા વર્ષોમાં ધર્મને પ્રાપ્ત કરી શ્રી અરિહંત પરમાત્માની પરમતારક આજ્ઞા અનુસાર કરેલી તેમની ધર્મઆરાધના એક અદ્દભૂત અનુપમ સાધના હતી. તેના અચિંત્ય પ્રભાવે તેઓશ્રીએ ગણધર નામકર્મનું ઉપાર્જન કરેલું. તેઓશ્રીએ કરેલી આ સ્તવનામાં પરમાત્મા પ્રત્યેની અનન્ય ભક્તિ અને તેના અચિંત્ય સામર્થ્યથી ભવસાગર તરવાની એકમાત્ર ભાવના વ્યક્ત થાય છે. સ્તવનાના આ બત્રીશ શ્લોકોનો ગુજરાતી અનુવાદ દરેક શબ્દોનો અર્થ અને ‘તત્વરુચિ' નામની તે શ્લોકો ઉપરની સંસ્કૃત ટીકા રચીને મુ. શ્રી હિતવર્ધનવિજયજીએ સવનીય પરમાત્માની ભક્તિના પુણ્ય રસથી આત્માને પવિત્ર બનાવવાની એક સુંદર તક આપી છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74