________________
‘અનિશ્ચિત મન ભમે ભમાવ્યો, કાયવ્યવસ્થા ન સારી.”
ભગુભાઈના જીવનની નક્કર વિગતો પર આ સ્નેહાંજલિ આધારિત છે. એમાં કવિ ક્યાંય અતિ પ્રશંસામાં સરી પડ્યા નથી તે નોંધપાત્ર બાબત કહેવાય.
આ રોજનીશીના ગદ્યમાં, લખનારની ચિંતનશીલતા પ્રગટ થાય છે. આમાં અનેક વિષય પર મનનીય લેખો મળે છે. આજ સુધી અપ્રગટ એવા પ્રામાણિકતા વિશેના નિબંધમાં તેઓ કહે છે કે,
પ્રામાણિક વર્તનથી જેટલી આત્માની અને અન્ય જનોની ઉન્નતિ થઈ શકે છે, તેટલી અન્યથી થતી નથી. વળી, રાગદ્વેષ વગેરે દોષોનો જેમ જેમ નાશ થતો જાય તેમ તેમ પ્રામાણિકપણું વિશેષ ખીલતું જાય છે. આવી વ્યક્તિને વિનો અને સંકટો નડે છે, પરંતુ તે અંતે વિશ્વમાં ઉન્નતિના શિખરે વિરાજિત થાય છે.”
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સ્પષ્ટ કહે છે કે, “મનુષ્યમાં સર્વ ગુણો કરતાં પ્રથમ પ્રામાણિકપણાનો ગુણ હોવો જોઈએ.”
આજે આપણે જોઈએ છીએ કે, સમાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. ત્યારે આ ઉપદેશ કેટલો સચોટ અને મર્મસ્પર્શી લાગે છે ! તેઓ કહે છે કે, | “જે દેશમાં પ્રામાણિક મનુષ્યો હોય તે દેશ સ્વતંત્રતાથી અને ઉન્નતિથી શોભી રહે છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજની ઉન્નતિનો આધાર પ્રામાણિકપણા પર છે.”
આચાર્યશ્રી પાસે વાસ્તવિક પરિસ્થિતિનું સ્પષ્ટ દર્શન હતું અને તેથી જ તેઓ આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ ‘પ્રામાણિક ગુણથી વિમુખતા' છે તેમ કહે છે. નિબંધના સમાપનમાં પોતાના વિચારોનું નવનીત તારવતાં તેઓ કહે છે - | “પ્રામાણિક ગુણ સંબંધી ભાષણ કરનારા લાખો મનુષ્યો મળી આવશે, પણ પ્રામાણિકપણે વર્તનારા તો લાખોમાંથી પાંચ મનુષ્યો પણ મળે વા ન મળે, તેનો નિશ્ચય કરી શકાય નહિ. પ્રામાણિકપણે વર્તનાર માનુસારિ ગુણને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને તે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. આર્યવર્ત વગેરે દેશોમાં પ્રામાણિકતાનો યદિ ફેલાવો થાય તો લૂંટફાટ, ક્લેશ, યુદ્ધ, મારામારી, ગાળાગાળી, કોર્ટોમાં અનેક પ્રકારના કેસો, કુસંપ અને અશાંતિ વગેરેનો નાશ થાય એમાં જરા માત્ર સંશય નથી. પ્રામાણિકપણે વર્તવાથી અને બોલવાથી ખરેખરી સ્વની અને અન્ય મનુષ્યોની ઉન્નતિ કરી શકાય છે. પ્રામાણિક મનુષ્ય પોતાના વિચારો અને આચારોથી પ્રામાણિક ગુણનું વાતાવરણ વિશ્વમાં ફેલાવે છે અને તે પ્રામાણિક ગુણના વાતાવરણના સંબંધમાં જે જે મનુષ્યો આવે છે તે તે મનુષ્યોને પ્રામાણિક ગુણની અસર થાય છે.”
આ વિચારોમાં આચાર્યશ્રીની દૃષ્ટિ પોતાની આસપાસની વાસ્તવિક પરિસ્થિતિને પૂરેપૂરી પારખે છે. આથી પ્રામાણિકપણાના દુન્યવી લાભો પણ તે દર્શાવે છે. આની સાથોસાથ તેઓ કર્મયોગી એ
મુનિ શ્રી બુદ્ધિસાગરજી આહાર મળે, તે બધો એક જ પાત્રમાં ભેગો કરીને ખાઈ લેતા. તેઓ સવારમાં ચા, બપોરે ભોજન અને સાંજે વાળુ - એમ ત્રણ વખત ભોજન લેતા નહિ. ચોવીસ કલાકમાં માત્ર એક જ વાર ગોચરી ગ્રહણ કરવાની. પછી જમવાની કોઈ પળોજણ નહિ.