________________
ગ્રંથો લખવા માટે એમણે ઇન્ડીપેનનો કદી ઉપયોગ કર્યો નહોતો. માત્ર બરૂની કલમ કે પેન્સીલથી જ તેઓ લખતા. દિવસમાં લગભગ બારેક પેન્સીલ વાપરી નાખતા. બરૂની કલમો તો હંમેશાં છોલીને તૈયાર જ રાખતી. પોતાના ગ્રંથનાં પ્રુફો પણ તેઓ જાતે જ તપાસતા. જેવો ગ્રંથ તરફનો અનુરાગ એટલી જ એ માટેની ચીવટ. જેવી આત્મસાધના એવી જ જ્ઞાનસાધના.
શ્રીમદ્ ત્યાગી અવસ્થામાં ૧૦૮ ગ્રંથોનું સર્જન કર્યું, માત્ર ચોવીસ વર્ષના સાધુકાળમાં સાધુજીવનના વ્યવહારો અને ધ્યાનપ્રધાન આત્મસાધનાને અખંડિત રાખી આટલું સમૃદ્ધ સાહિત્યસર્જન કોઈએ કર્યું નથી. આ ગ્રંથો સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ ત્રણે ભાષામાં લખાયા છે . પચીસ ગ્રંથો તો તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મ જ્ઞાનથી ભરપૂર છે. ચોવીસ ગ્રંથોમાં એમનું કાવ્યસર્જન વહે છે. અન્ય બાવીસ ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ સચવાયો છે. આ સિવાય સંસ્કૃત ભાષામાં પણ બાવીસ ગ્રંથો લખ્યા છે .
‘શ્રીમદ્ દેવચંદ્રજી’ નામનું બે ભાગમાં લખેલું ચરિત્ર એ એમનો સૌથી મોટો ગ્રંથ છે બંને ભાગને સાથે ગણતાં કુલ પચીસસો પાનાં થાય ! એમણે એક ચોસઠ પાનાનો પત્ર લખ્યો. એ પત્ર ‘તીર્થયાત્રાનું વિમાન’ નામે પુસ્તકરૂપે પ્રગટ થયો. એમના દરેક ગ્રંથની પ્રસ્તાવના એ જાણે ગ્રંથના હાર્દ જેવી જ લાગે.
આત્મરીતન્યની યાત્રા સંધિમાંચમા લાભાથી
શ્રી ગીરીરાભાઈ રતિલાલ શાહ પરિવાર (પાલનપુર)
અનેક ગ્રંથોના રચયિતા આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આર્ય સમાજનું સાહિત્ય જોયું હતું, પુષ્ટિસંપ્રદાયના મહારાજો સાથે એમણે દાર્શનિક વિવાદો કર્યા હતા. ખ્રિસ્તી પાદરીઓ સાથે ધર્મચર્ચા કરી એમને સત્યદર્શન કરાવ્યું હતું. સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી પણ એમણે જોઈ હતી અને મુસ્લિમ ધર્મનું કુરાન પણ એમણે વાંચ્યું હતું. આ રીતે એમણે જૈન સાહિત્ય ઉપરાંત જૈનેતર સાહિત્યનો સારી પેઠે અભ્યાસ કર્યો હતો.
38