________________
ધનાદિ જડ વસ્તુઓ દ્વારા કરોડાધિપતિ તરીકે અથવા રાજા તરીકે પોતાને જે માનતો હોય અને સર્વ જીવોની આજીવિકા વગેરેમાં સહાય ન કરતો હોય, તે પ્રભુને અથવા કોઈ ધર્મને માનતો હોય, પણ વસ્તુતઃ પ્રભુ કે અમુક ધર્મ તેના હૃદયમાં નહીં ઊતરવાથી જે જડવાદી જ છે, એમ તેનો આત્મા જ કહી આપે છે.
દયા, દાન, પરોપકાર, ક્ષમા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ, શુદ્ધપ્રેમ, ભક્તિ વગેરે ચૈતન્યવાદનાં લક્ષણો છે. એ લક્ષણો જ્યાં સુધી હૃદયમાં ન પ્રગટે ત્યાં સુધી ગમે તે ધર્મનો મનુષ્ય પોતાને ચૈતન્યવાદી આસ્તિક તરીકે માનતો હોય, તોપણ તે નાસ્તિક છે અર્થાત્ જડવાદી છે એમ અવબોધવું. પુનર્જન્મવાદી ખરેખરો જે હોય છે તે પાપનાં કૃત્યોથી દૂર રહે છે. જે ચૈતન્યવાદીઓ પુનર્જન્મને માનતા નથી, તેઓ ખરી રીતે પાપકૃત્યોથી દૂર રહી શકતા નથી અને તેઓ રજોગુણ અને તમોગુણમાં સદા આસક્ત રહે છે અધ્યાત્મજ્ઞાનીઓ પુનર્જન્મને સ્વીકારે છે, તેથી તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે.
અધ્યાત્મજ્ઞાનીઓ સર્વપ્રાણીઓને સત્તાએ પરમાત્માઓ છે એવી ઉચ્ચ ભાવનાથી જુએ છે, તેથી વસ્તુતઃ પોતાની ઉચ્ચ ભાવના દૃષ્ટિથી પોતાના આત્માને વ્યક્તિથી પરમાત્મા તરીકે ઉચ્ચ ભાવનાના સંસ્કારો વડે બનાવવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનીઓ અધ્યાત્મ જ્ઞાનભાવનાથી એટલા બધા અંતરમાં મસ્ત થઈ જાય છે કે તેઓ પશુ-પંખી ઝાડ વગેરેને પરમાત્મા રૂપે અવલોકે છે અને તેઓને પરમાત્મભાવનાથી નમસ્કાર કરે છે.
પરમાત્માની સાથે તેઓ શુદ્ધ પ્રેમથી તલ્લીન બની જાય છે, તેઓ આત્માને જ પરમાત્મારૂપ દેખે છે. આવી દશા તેમની પરમાત્મ ભાવનાના સંસ્કારો વડે વધતી જાય છે તેમ તેમ તેઓના મનમાં ઉદાર ભાવ પણ વધતો જાય છે. તેઓ શારીરિક વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે તો પણ તેમાં મૂંઝાતા નથી, પરંતુ ઊલટા ભિન્ન દશાવાળા તેઓના ઉદ્ગાર વડે અનુભવાય છે. અજ્ઞાનીઓ જે જે કર્મોમાં (ક્રિયાઓમાં) બંધાય છે, તે તે ક્રિયાઓથી અધ્યાત્મજ્ઞાનીઓ મુક્ત રહે છે અર્થાત્ રાગદ્વેષથી તેમાં તેઓ બંધાતા નથી.
મુસલમાનોમાં ‘અનલહક' નામનો એક મહાત્મા થઈ ગયો છે. તે પોતાના આત્માને પરમાત્મારૂપ જ માનતો હતો. જૈન શાસ્ત્રોમાં સUT સો પરમUT - માત્મા સ વ પરમાત્મા - આત્મા તે જ પરમાત્મા છે એમ કહ્યું છે. અનલહકને આવી તેની માન્યતાથી શુળી પર ચડાવવામાં આવ્યો, પણ ખરેખરી તેની અનલહકની ધૂનથી તે અનલહક જ રહ્યો. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મજ્ઞાનીઓ જ્ઞાનમાર્ગીઓ
“આતમધર્મ હે ન્યારા, સાધુભાઈ આતમ ધર્મ હે ન્યારા,
મન વાણી કાયા સે ન્યારા-નિરંજન નિરાકારા. તપ જપ વ્રતસે ભિન્ન અપારા-જહાં નહિ મોહ પસારા-સાધુ”