________________
કોઈ કરોડાધિપતિ જૈને જૈન શ્વેતાંબર મંદિર બંધાવેલું લાગે છે. મૂલનાયકની પ્રતિમા પર જે શેનું નામ છે તે જ કદાપિ જૈન દેરાસર બંધાવનાર હોય તો હોય. આજુબાજુ ભમતી વગેરેમાં જે જે દેરીઓ છે. તેઓની પલાંઠી પરના લેખોની સાલ વિ. સં. ૧૫૦૦ની લાગે છે. જૈન શ્વેતાંબરનાં પાંચસો ઘરો અહીં સોળમાં સત્તરમાં સૈકામાં હતાં અને પાંચસો જૈન શ્વેતાંબર સુંબડ જૈનો અને પાંચસો હુંબડ દિગંબર જૈન હુંબડનાં ઘરો અત્રે હતાં એમ કિંવદંતીથી સાંભળવામાં આવે છે. હાલ વડી પોશાલનો દેરોલમાં એક ઉપાશ્રય હતો તેમાં પ્રવેશીને તેની જીર્ણતા અવલોકી પચીસ વર્ષ પર ખેડબ્રહ્માથી અત્રે યતિજી કલ્પસૂત્ર વાંચવા આવતા હતા અને તે વખતે જૈનોનાં પચીશ ઘર હતાં. હાલ એક પણ જૈન શ્વેતાંબર ઘર નથી. દિગંબરી હુંબડોનાં દશબાર ઘર છે. - શ્વેતાંબર જૈન મંદિર પાસે નૈઋત્ય ખૂણામાં એક સુંબડ અને બેત્રણ વહોરાના લગોલગ ઘર છે. શ્વેતાંબર જૈન મંદિરોમાં ભોંયરું હોય તેમ લાગે છે. તેની બાંધણી ઉત્તમ પ્રકારની છે. અમદાવાદમાં બહારની વાડીમાં હઠીસિંહ શેઠનું જૈન મંદિર છે. તેની બરોબરી કરે વા તેની હરીફાઈ કરે તેવું શ્વેતાંબર જૈન મંદિર છે. જૈન શ્વેતાંબર મંદિરથી ઉત્તર દિશાએ પાસે-પાસે બે દિગંબર જૈન દેરાસરો છે તે બંનેમાં પ્રવેશ કરીને અવલોક્યાં. એક કાષ્ઠસંધીનું દિગંબર મંદિર છે અને એક મૂલસંધીનું લાખેણું જૈનમંદિર છે. જૈન શ્વેતાંબર મંદિરથી કેટલાંક વર્ષ પશ્ચાતું એ બે દેરાસર બન્યાં હોય તેમ લાગે છે. આ દેરાસરની પ્રતિમાઓના લેખ પરથી જૈન શ્વેતાંબર મંદિર પશ્ચાતુભૂ તે બન્યાં હોય એમ સમજાય છે. દેરોલ ગામમાં એક જૂનું મહાદેવનું મંદિર છે. દેરોલ ગામ વાઘેલા ઠાકોરને તાબે છે. દેરોલ ગામના વૃદ્ધોને પૂછતાં તેઓએ દેરોલને દેવનગરી જણાવી હતી. દેરોલથી પોળ સુધી હાથોહાથ પાંચ શેરી જતી હતી. એટલી બધી પૂર્વે વસતિ હતી. સદેવંત અને સાવળિગા પોળોને પહેલાં વિજયનગર કહેવામાં આવતું હતું. ત્યાં થયાં છે. હાલ સદેવંત સાવલિંગાની દેરીઓ છે.
દેરોલથી પાલપોળો વીશ ગાઉ થાય છે. ભાવડા ગરાસીઓની વસતિ ઘણી છે. તે લોકો બાણનાં ભાથાં સાથે રાખે છે અને ફરે છે. પોળોની ઝાડીમાં દિગંબરી અને શ્વેતાંબરી દસ પંદર મોટાં દેરાસરો છે.
લ ત્યાં ઘણી ઝાડી છે. ભાવડાઓને સાથે રાખ્યા વિના ત્યાં ગમન કરી શકાતું નથી. દેરોલથી વિહાર કરી હિરણગંગા નદી ઓળંગી અમો ગરોડા આવવા નીકળ્યા. રસ્તામાં અશોક વૃક્ષનાં લગભગ પચ્ચીશ વૃક્ષો દેખવામાં આવ્યાં. શેરડી વાવેલાં ઘણાં ક્ષેત્રો દીઠાં. ગરોડા શ્રાવકોની વિજ્ઞપ્તિથી આજરોજ ગરોડામાં પ્રવેશ કર્યો. ગરોડામાં જ પોરવાડ શ્રાવકોનાં પાંચ ઘર અને એક ઘરદેરાસર છે. ખેડબ્રહ્માથી મહોરા અને ત્યાંથી અડાદરા જતાં કિંગલ વૃક્ષ થાય છે. ખેડબ્રહ્માના શ્રાવકો ભાવિક છે. પરંતુ જૈનોની વસતિ ત્યાં ઘટતી જાય છે. દેરોલમાં જૈન શ્રાવકોના ઘરમંદિરને દિગંબરો જાળવે છે.
“બે એકડા ભેગા મળે અગીઆર જગ કહેવાય છે.
બંને નદી ભેગી મળે બળ પાણીમાં પ્રકટાય છે. ભેગા મળી બહુ જન ઘણી શક્તિ જગતમાં મેળવે, ધાર્યા કરે કાર્યો ઘણાં શુભ સંઘશક્તિ કેળવે.”