________________
TUESDAY 4TA MAY 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈરશાખ વદ ૫ મંગળવાર તા. ૪ થી મે સને ૧૯૧૫. સ. તા. ૧૯ જમાદીલા ખર સને ૧૩૩૩ ઉ. ૫-૩૬ અ. ૬-૨૪ પા. ર. રપ આબાન સને ૧૨૨૪
મુનિરાજશ્રી જિનવિજયજી આવ્યો શુભંકર પત્ર તવ તે વાંચી આનન્દી થયો. પરમાર્થની પ્રવૃત્તિમાં ઉલ્લાસ બહુ વ્યાપી રહ્યો. જે દેશમાં જે ધર્મમાં અજ્ઞાનીઓનું જોર છે. કિમ્મત નથી ત્યાં જ્ઞાતિની ઊંધા જ શોરબકોર છે. – ૧
જ્યાં અબ્ધ શ્રદ્ધા માન્યતા ઉપદેશકોમાં હોય છે. શશ શૃંગવત્ પ્રગતિતણી વાતો અરે ત્યાં જાય છે. દુઃખો પડે ત્યાં જ્ઞાનીઓને સત્ય પળે ચાલતાં. દુઃખો પડે અજ્ઞાનીઓને સત્ય પન્થ વાળતાં. – ૨ અજ્ઞાનીઓના વૃન્દમાં તો જ્ઞાનીની કિમ્મત નહીં. શોભા લહે અજ્ઞાનીઓ ત્યાં મૌત્ર્ય સાદ્રશ્ય સહી. હારી જતા ના જ્ઞાનીઓ ત્યાં દુઃખ કોટી આવતાં. પ્રવૃત્તિ પ્રગતિ પન્થમાં જ્ઞાન પ્રકાશે ફાવતા. - ૩ ઉદ્ધારવા જગલોકને જ્ઞાનીજનો યત્નો કરે. દુઃખો પડે પહેલાં પછીથી તે ખરો વિજયી ઠરે. અજ્ઞાનીઓને જ્ઞાન આપે જ્ઞાનીઓ સેવા પથે. કર્તવ્યમાં સ્થિરતા ધરી અત્તર રિપુ સાથે મથે. – ૪ જગ જ્ઞાનને ફેલાવવું એ જ્ઞાનીઓનો ધર્મ છે. એ પન્થમાં પાન્થ જ બને શાશ્વત સમાધિ શર્મ છે. માટે અમારા મિત્ર એવાં કાર્યમાં રાચી રહો. પાછળ થકી શુભકાર્યની કિંમત થશે હિમ્મત લહી. - ૫ જે જે તમારા વિચારો તે અમારા જાણવા.
જ્યાં સત્ય ત્યાં ભેદ જ નથી સાપેક્ષભાવે આણવા. સાથી બનીશું સાથમાં સ્વાર્પણ કરીશું જે મળ્યું. બુદ્ધચબ્લિજિનબધુ સદા ત્યાં સર્વથા તે મન મળ્યું. - ૭
ॐ शान्तिः
“જે આત્મસ્વરૂપ જોવા-જાણવાની ઇચ્છા હોય, તે માટે પ્રયત્ન કરતા હોય તેવા મહાનુભાવને આહાર શુદ્ધિ, વ્યવહારશુદ્ધિ અને આચારણાશુદ્ધિની વધારે જરૂર છે.”