Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir
View full book text
________________
MONDAY 31ST MAY 1913. સંવત ૧૯૭૧ ના વઈશાખ વદ ૩ સેમવાર તા. ૩૧ મી મે સને ૧૯૧પ, મુ. તા. ૧૬ રજબ સને ૧૩૩૩ ઉ. પ-૭ અ.૬-૩૩ પા. રે. ૧૯ આદર સને ૧૨૨૪
- કબૂતરને પારધી દયાળુ પંખીઓ માં - સડ્યો દાણો નહીં ખાતું. કરુણાળુ કબૂતર તું – દયાનો પાઠ શીખવતું. – ૧ રહે ભૂખ્યું તથાપિ તું – દયા ના ત્યાગતું ક્યારે. શિલાકણ ખાઈને સહુને – દયાનો પાઠ શીખવતું. – ૨ કદાપિ ચાંચ મારે ના – દયાળુ જન ધરે રહેતું. ગરીબાઈ જણાવીને – દયાનો પાઠ શીખવતું. – ૩ અરણ્ય પારધી આવ્યો – મહાશીત થયો દુઃખી. બળતું લાકડું લાવી - પડેલાં પત્ર સળગાવ્યાં. – ૪ પરોણો પારધી ભૂખ્યો – થયો એ આપણો અતિથિ. પડીને અગ્નિમાં પ્યારી – શમાવું હું ક્ષુધા તેની. - ૫ કબૂતર એમ પત્નીને – ગૃહસ્થાશ્રમ કહે ફ. સુણી વાતો કબૂતરની – કહે પત્ની પડું પોતે – પરસ્પરમાં અતિથિનું – ખરું સ્વાગત અહો કરવા. પડ્યાં બે તાપણી મળે – કર્યું સ્વાર્પણ અતિથિને. – ૭ ક્ષુધા ભાગી અતિથિની – ગૃહસ્થાશ્રમ સફળ કીધો. હૃદયમાં પારધી સમજ્યો – ગૃહસ્થાશ્રમ તણી કરણી. - ૮ પારધી એમ ન ચિંત્યે એહ – આત્મભોગથી શોભે મેહ. પારાપતનો સાચો ત્યાગ – કાયા પર છે મહારો રાગ. – ૯ પાપી જન મધ્યે શિરદાર – પાપ કર્મનો લહું ન પાર. પાપો કરતાં જીવન ગયું – થોડું આયુ બાકી રહ્યું. – ૧૦ પારાપતની પેઠે સાર – દયા ધર્મ પાળું હું સાર. એવો નિશ્ચય મનમાં કર્યો – નિજ ઘર જાવા પાછો ફર્યો. - ૧૧ માર્ગે જાતાં સાધુ મળ્યા – પારધીએ મનમાં જે સ્મર્યો. વંદન કીધું લાવી ભાવ – ભવજલધિમાં તું છે નાવ. ૧૨ ધન્ય ધન્ય ધર્મી અવતાર – ભવ સિન્થથી મુજને તાર.- ૧૩
“ગુરુ તે જ હદયમાં રહેલા અંધકારોને નાશ કરનારા દીવા સમાન છે,
ગુર તે જ દેવને પણ ઓળખાવનાર છે. ગુરનો દ્વેષી નરકમાં જાય છે. જે સજ્જન પુરુષ હોય છે, તે કદાપિ કાળે ગુરુની નિંદા પ્રાણ જાય તો પણ કરતા નથી.”
178
–

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201