________________
THURSDAY 3RD JUNE 1915. સંવત ૧૯૭૧ ને ઈશાખ વદ ૬ ગુરૂવાર તા. ૩ જી જુન સને ૧૯૧૫, મુ. તા. ૧૯ રજજબ સને ૧૩૩૩ ઉ. પ-૬ અ. ૬-૩૪ પા. ર. ૨૫ આદર સને ૧૨૨૪
કદી વિશ્વાસ્ય ના ભોળો ગતાગમ ના પડે પૂરી – નિહાળે ના ભલી બૂરી. ઘડેલો ના અરે ગોળો – કદી વિશ્વાસ્યના ભોળો. – ૧ નિહાળે ના સમય કેવો – ગમે તે બોલતો બોલે. કરે વિવાહની વરસી – કદી વિશ્વાસ ના ભોળો. – ૨ કરે ખુલ્લું હૃદય જ્યાં ત્યાં – વિચારે ના થશે શું તે. હૃદય જેનું વસે મુખમાં – કદી વિશ્વાસ્ય ના ભોળો. – ૩ ભલો વિદ્વાન પણ શત્રુ – હિતસ્વી મૂર્ખ ના સારો. વિવેકીના હૃદય જેનું – કદી વિશ્વાસ્ય ના ભોળો. – ૪ ટકે ના ચિત્તમાં છાનું – સ્વજન શત્રુ નહીં જાણે. લડે ટાણે ભર્યા ભાણે – કદી વિશ્વાસ્યના ભોળો. - ૫ ધરે ના દીર્ઘદૃષ્ટિને – નહીં ગંભીર મનનો જે. લહે ના હાર્દ વાતોનું – કદી વિશ્વાસ્યના ભોળો. - ૯ ઘટે જ્યાં મૌન ત્યાં બોલે – ઘટે જ્યાં બોલવું ત્યાં મૌન. ઘટે ના તે કરે જલ્દી – કદી વિશ્વાસ્યના ભોળો. - ૭ અપેક્ષાઓ નહીં જાણે – વિના ડહાપણ થતો ડાહ્યો. હૃદય લેઈ હૃદય બાળે – કદી વિશ્વાસ્યના ભોળો. - ૮ મળે ત્યાં મૂતરે મેળે – કરે ભળભળ નકામી બહુ. ખરી વખતે ખસે આઘો – કદી વિશ્વાસ્યના ભોળો. - ૯ નથી સ્વસ્થાનમાં હૈયું – ભમાવ્યાથી ભમે ઝાઝું. વસે છે વહાલમાં ઝેર જ – કદી વિશ્વાસ્ય ના ભોળો.- ૧૦ ચલો મન ચેતીને સજ્ઞો – શિખામણ માનશો સાચી. બુદ્ધચબ્ધિસદ્ગુરુસંગે – મળે છે સગુણો સર્વે. - ૧૧
“મુક્તિ-સુખ સમાન બીજું કોઈ સુખ નથી. શ્રાવકનો ધર્મ અને સાધુનો ધર્મ પાળવો તે પણ મુક્તિ માટે છે, અને મુક્તિ પણ ધર્મના આરાધન વિના મળી શકતી નથી.”
છે 182
-