Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir
View full book text
________________
FRIDAY 4TH JUNE 1915. સંવત ૧૯૭૧ વઈશાખ વદ ૭ શુકરવાર તા. ૪ થી જુન સને ૧૯૧૫ સુ. તા. ૨૦ રજબ સને ૧૩૩૩ ઉ. ૫-૬ અ. -૩૪ પા. રે. ૨૬ આદર સને ૧રર૪
તાપને તપાવે તાપ શા માટે – બગાડવું ના જરા હારું. મુસાફર પર તપે શાને – બની જાય શાન્ત સમજીને. – ૧ વિના વાંકે તપાવાની – નથી તવ ફર્જ મન સમજી. ઘણો ઉકળાટ ના કરવો – હવે એવું ઘટે સાચું. – ૨ તપાવાથી ત્વને કિંચિત્ – નથી કંઈ લાભ થાવાનો. થતી હાનિ તપાવ્યાથી – હવે તો શાન્ત થા બન્યું.- ૩ નથી સારું અતિ સર્વે – સદા છે વર્જ્ય અતિ સર્વે. ધરી મર્યાદા અન્તરમાં – શમાવી તાપ દે હારો. – ૪ પ્રવૃત્તિ શોભતી હદમાં – રહીને કાર્ય કરવાથી. તપી મર્યાદ ચૂક્યાથી – અરુચિ હોરશે સૌની. - ૫ નથી ચડાતું જગત કોને - અરે હદ બહાર જાવાથી. ઉઘાડી આંખ જો સાચું – થએલી ભૂલ જો હારી. - ૭ ઘણું હદ બહાર જાવાથી – અરે તવ અન્ન થાવાનો. જગતમાં કાયદો એવો – ટળે ટાળ્યો નહીં કોથી. – ૭ રહો નિજમાનમાં સમજી – સહ કુદરત નહીં ઊંધું. સ્વભાવે માન છે સૌનું – કહ્યું થોડું ઘણું માનો. – ૮ હવે હદ બહાર ના જાતો – નહીં તો તું ફના થાશે. બુક્સબ્ધિધર્મ શિક્ષાને – ગ્રહી શોભા લહો સાચી. - ૯
ॐ शान्तिः
“ક્ષમાપનાની ક્રિયાને અંગીકાર કરશો, ક્ષમાપનાથી આત્મા પરમાત્મા થાય છે. સર્વ મંગલનું ઘર ક્ષમાપના છે. આત્મજ્ઞાનથી ક્ષમાપના સર્વ જીવો કરો.
સર્વ જીવો મંગલ માળાના સ્વામી બનો.”
છે 184
–

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201